જે ફિલ્મકારોની સ્ત્રીઓ રોજ શૌહર બદલે છે, તે જૌહર શું જાણે: BJP સાંસદ
સાંસદે ક્હ્યું કે, ‘ֹદરેક ભારતીય નારીની આદર્શ, રાણી પદ્માવતી પર ભારતીયને ગર્વ છે. રાણી પદ્માવતી પોતાના સતીત્વ અને દેશ માટે અને સમાજની શાન માટે હજારો નારીઓ સાથે સ્વંયને આગમાં ઝોકી દીધું હતું. તેને છેડછાડ કરીને બતાવવું આ દેશનું અપમાન છે’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોંધનીય છે કે પ્રોફેસર ચિંતામણી મધ્યપ્રદેશ ભાજપના પ્રવક્તા પણ છે. પ્રોફેસર માલવીયે આ પોસ્ટમાં કહ્યું કે, ‘હું ફિલ્મ પદ્માવતીનો પુરજોરથી વિરોધ અને બહિષ્કાર કરું છું. પોતાના શુભચિંતકોને પણ અનુરોધ કરું છું કે આ ફિલ્મને ના જુએ. ફિલ્મ બનાવીને થોડા પૈસાની લાલચ માટે ઈતિહાસ સાથે છેડછાડ કરવું શરમજનક અને ધૃણાપાત્ર કાર્ય છે.’
વધુમાં તેમણે લખ્યું કે, ભંણસાલી જેવા લોકોને કોઈ બીજી ભાષા નથી સમજાતી આવા લોકોને ચંપલની ભાષા જ સમજ પડે છે. અમે ગૌરવશાળી ઈતિહાસ સાથે છેડછાડ ચલાવી નહીં લઈએ. ‘જે ફિલ્મકારોની સ્ત્રીઓ રોજ શૌહર બદલે છે તે શું જાણે જૌહર શું હોય છે. અભિવ્યક્તિના નામ પર સંજય ભંણસાલીની માનસિક વિકૃતિ નહીં ચલાવવામાં આવે’.
ભોપાલ: ફિલ્મ પદ્માવતીને લઈને વિવાદ બંધ થવા નામજ નથી લઈ રહ્યો. મધ્યપ્રદેશ ભાજપાના સાંસદ અને પાર્ટી પ્રવક્તાએ ફિલ્મ પદ્માવતીના વિરોધમાં ફિલ્મકારો વિશે ખૂબજ બેહુદૂં નિવેદન આપ્યું છે. ફેસબુક પર પોસ્ટ કરેલી પોતાની ટિપ્પણીમાં ઉજ્જેનના ભાજપા સાંસદ પ્રોફેસર ચિંતામણી માલવીયએ કહ્યું કે. ‘જે ફિલ્મકારોની સ્ત્રીઓ રોજ શૌહર બદલે છે તે શું જાણે જૌહર શું હોય છે’ આટલું જ નહીં તેમણે ફિલ્મકાર સંજય લીલા ભંસાણી માટે પણ અપશબ્દનો પ્રયોગ કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -