કેરાલા પુર અસરગ્રસ્તોને કયા-કયા ફિલ્મ સ્ટારે કેટલું આપ્યું દાન, જાણો વિગતે
મીર ફાઉન્ડેશન વેલફેરનું નામ શાહરૂખ ખાનના પિતાના નામ પર રાખવામાં આવ્યુ છે. આ સંસ્થા કેન્સરના દર્દીઓ અને એસિડ વિક્ટિમની મદદ કરી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ કેરાલામાં હાલ સ્થિતિ ખુબ ખરાબ થઇ ગઇ છે. પુરની રાજ્યમાં તબાહી મચી ગઇ છે, આ ભયાનક તબાહીમાં મરનારની સંખ્યા વધીને 370થી પણ વધુ થઇ ગઇ છે. લોકોને રહેવા અને ખાવા માટે તકલીફો પડી રહી છે. આ માટે સરકાર શક્ય એટલી મદદ અને સુવિધા પહોંચાડી રહી છે, ત્યારે આ બધાની વચ્ચે હવે ફિલ્મ સ્ટારો પણ પોતાનાથી બનતી મદદ કરવા આગળ આવ્યા છે.
આ ઉપરાંત બૉલીવુડ હસ્તીઓએ આગળ આવી છે જેમાં કેટલાકે પોતાના ફેન્સને મદદ કરવા અપીલ કરી છે. અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, શ્રદ્ધા કપૂર, વિદ્યા બાલન, કાર્તિક આર્યન જેવા અનેક દિગ્ગજ એક્ટર્સ સામેલ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર કિંગ ખાનના મીર ફાઉન્ડેશને 21 લાખ રૂપિયા રાહત કોષમાં આપ્યા છે. કેરાલામાં વરસાદ અને પુરના કારણે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે સામાજિક મુદ્દાઓ પર હંમેશા મદદ અને યોગદાન માટે આગળ આવનારા અક્ષય કુમારે કેરાલાના સીએમને પુરગ્રસ્તોની મદદ માટે ચેક આપ્યો છે. ફિલ્મ નિર્માતા પ્રિયદર્શને કેરાલાના મુખ્યમંત્રી પિનરાઇ વિજયનને ચેક આપતા પોતાની એક તસવીરો ટ્વીટ કરતા લોકોને મદદ કરવા અને આગળ આવવા આહ્વાન કર્યુ છે.
આ કડીમાં સૌથી પહેલા અક્ષય કુમારે દાન કરીને માનવતા દર્શાવી છે. બૉલીવુડ સ્ટાર અક્ષય કુમાર, ફિલ્મ નિર્માતા પ્રિયદર્શન બાદ હવે કેરાલા અસરગ્રસ્તોની મદદે શાહરૂખ ખાન પણ આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -