દાઉદ ઈબ્રાહિમની મુંબઈની સંપત્તિની 9 ઓગસ્ટે સરકાર કરશે હરાજી
મુંબઈ: અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની સંપત્તિની હરાજી થઈ રહી છે. દાઉદ ઈબ્રાહિમ પર મુંબઈ બોમ્બ બ્લાસ્ટનો આરોપ છે. કેંદ્રીય નાણા મંત્રાલયે ભાગેડુ આરોપી દાઉદ તથા તેના પરિવારની મુંબઈ શહેરના પાકમોદિયા સ્ટ્રીટ વિસ્તારની ત્રણ સંપત્તિઓમાંથી એકની હરાજી બોલી આમંત્રિત કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App'સ્મગલર્સ એન્ડ ફોરેન એકસચેન્જ મેનિપ્યુલેટર્સ' અંતર્ગત આ હરાજી 9 ઓગસ્ટના રોજ યોજાશે. આના માટે અખબારોમાં પ્રકાશિત નોટિસ અનુસાર આ પ્રોપર્ટી શહેરના મધ્યભાગમાં આવેલા ભિંડી બજારમાં છે અને મસુલા બિલ્ડીંગ નામથી જાણીતી છે. આ હરાજી માટે 79.43 લાખ રૂપિયા બેઝ પ્રાઈઝ રાખવામાં આવી છે. હરાજીમાં ભાગ લેનારે 25 લાખ રૂપિયા બહાના પેટે મૂકવાના રહેશે. જે 6 ઓગસ્ટ સુધી જમા કરાવવાના રહેશે. સંપત્તિની સાર્વજનિક હરાજી 9 ઓગસ્ટના રોજ વાઈ વી ચવ્હાણ સભાગૃહમાં સવારે 10થી12 સુધી રાખવામાં આવશે.
દાઉદની મા અમીના બી કાસકર અને બહેન હસીના પારકરે એનફોર્સ ડિપાર્ટમેન્ટ અને અન્ય એજન્સીઓની સંપત્તિના એટેચમેન્ટના આદેશ વિરુદ્ઘ કોર્ટમાં અરજી કરી હતી. તેને ફગાવતા કોર્ટે આ આદેશ આપ્યો હતો. આ ત્રણેય સંપત્તિઓ જર્જરીત સ્થિતિમાં છે અને ભિંડી બજાર પુનર્વિકાસ યોજના અંતર્ગત આવે છે.
ગત વર્ષે પણ દાઉદની ત્રણ સંપત્તિની હરાજી કરવામાં આવી હતી. જેને સૈફી બુરહાની અપલિફટમેન્ટ ટ્રસ્ટે 11.50 કરોડ રૂપિયામાં ખરીદી હતી. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે 20 એપ્રિલે કેન્દ્રને આ સંપત્તિઓની જવાબદારી લેવાનું કહ્યું હતું. ત્યારબાદ આ સંપત્તિની હરાજી માટે એકશન લેવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -