મુંબઈઃ ESIC હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, 6નાં મોત, જાણો વિગત
હજી પણ મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. બચાવ કામગીરી ચાલી રહી છે. ઘટના અંગે મુંબઈના મેયર વી મહાદેશ્વરે કહ્યું કે, ઘટનાનું કારણ હજુ જાણી શકાયું નથી. મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ફાયર ઓડિટ માટે જવાદાર છે. તેણે ફાયર ઓડિટ કર્યું હતું કે નહીં તેની તપાસ થઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઇના મરોલ વિસ્તારમાં આવેલી ESIC કામગાર હોસ્પિટલમાં બપોરે અચાનક આગ લાગી હતી. આગ બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ગંભીરતા ધ્યાને રાખી 10 ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનામાં છ વ્યક્તિનો મોત થયા છે. જ્યારે 147 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.
મળતી માહિતી પ્રમાણે મુંબઇમાં આવેલી જાણીતી ESIC કામગાર હોસ્પિટલમાં આગ લાગી તે સમયે મોટી સંખ્યામાં લોકો હાજર હતા. ફાયર ફાયટરની 10 ગાડી, 16 એમ્બ્યૂલન્સ અને 1 રેસ્ક્યૂ વાનની મદદથી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરાયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -