હવાઈ મુસાફરી કરતા મુસાફરો માટે ગુડ ન્યૂઝ, ફ્લાઈટ રદ્દ થશે તો મળશે આટલું વળતર, જાણો વિગતે
ડીજીસીએ દ્વારા મુસાફરોના હિતોને ધ્યાનમાં લઇને કરાયેલા આ પ્રસ્તાવ સામે વિમાન કંપનીઓ દ્વારા પોતાનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. એરલાઇન્સ કંપનીઓ દ્વારા એવો રોષ વ્યક્ત કરાઇ રહ્યો છે કે ડીજીસીએ મુસાફરોની સુવિધા માટે આ એક તરફો નિર્ણય લીધો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડીજીસીએના પ્રસ્તાવમાં એરલાઇન્સ સામે રૂપિયા 20 હજાર સુધીના દંડની જોગવાઇ કરવામાં આવી છે. નિયામકે પ્રથમ વખત આટલા આકરા પગલાં ભર્યા છે. જોકે વળતર એવા કિસ્સામાં જ મુસાફરોને આપવામાં આવશે કે જો એ ફ્લાઇટ લેટ પડે તો અને તેના કારણે જો તમારી અન્ય કનેક્ટિંગ ફ્લાઇટ ચૂકી જવાય તો.
નવી દિલ્લી: જો પ્રથમ ફ્લાઇટ મોડી પડે કે કોઈ કારણોસર રદ થાય તો આ સ્થિતિમાં જો મુસાફરોની અન્ય કનેક્ટિંગ ફ્લાઇટ ચૂકી જવાય તો આવા કિસ્સામાં મુસાફરોને 20 હજાર રૂપિયા વળતર ચૂકવવામાં આવશે. નાગરિક ઉડ્ડયન નિર્દેશાલયે મુસાફરોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખતાં આ પ્રસ્તાવ તૈયાર કર્યો છે. નવા આદેશ અનુસાર જો કોઇ મુસાફર ટિકિટ હોવા છતાં તેને ફ્લાઇટમાં મુસાફરી કરવા દેવામાં નથી આવતી તો આવા કિસ્સામાં કંપનીએ મુસાફરને 5000 રૂપિયા જેટલું વળતર ચૂકવવું પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -