મૂશળધાર વરસાદ અને બરફવર્ષાથી કાશ્મીરમાં પૂર, ઝેલમ સહિત અનેક નદી બે કાંઠે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકાશ્મીરમાં ભારે બરફવર્ષના કારણે શ્રીનગર-બારામુલા ટ્રેક પર ટ્રેન સર્વિસમાં મુશ્કેલી પડી રહી છે. જોકે બડગામ-શ્રીનગર, અનંતનાગ-કાઝીગુંડ ટ્રેક પર ટ્રેનો ચાલુ છે. શ્રીનગરમાં ઘરની છત, વૃક્ષો, વીજળી થાંભલા અને ખુલ્લા મેદાન એમ જ્યાં પણ નજરો કરો ત્યાં બરફ જ દેખાઈ રહ્યો છે. વરસાદના કારણે વિઝિબિલિટી પણ ઘટી ગઈ છે. વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં...
300 કિમી લાંબા જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર અનેક જગ્યાએ જમીન ધસી પડી છે અને પથ્થર પણ પડ્યા છે. તેના કારણે બીજા દિવસે પણ રસ્સો બંધ કરવો પડ્યો છે. સાઉથ કાશ્મીરના શોપિયાને જમ્મુના રાજોર અને પુંછ સાથે જોડતો ઐતિહાસિક મુગલ રોડ પણ બરફમાં ઢંકાઈ ગયો છે.
ન્યૂઝ એજન્સી મુજબ શ્રીનગરમાં રહેતા લોકો જ્યારે સવારે ઉઠ્યા ત્યારે તેમનો સામનો વરસાદ અને બરફવર્ષા સામે થયો. જેના કારણે શ્રીનગર અને ઘાટીમાં સ્કૂલોમાં રવિવાર સુધી રજા જાહેર કરી દેવામાં આવી છે. હવામાન વિભાગના અધિકારીઓએ કહ્યું છે કે કાશ્મીરના ઊંચાણવાળા વિસ્તારોમાં મધ્યમથી ભારે બરફવર્ષા થવાની માહિતી છે. રાજ્યમાં છેલ્લા 3 દિવસથી વરસાદ અને બરફવર્ષા થઈ રહી છે.
રાજધાની શ્રીનગરના મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. મદદ માટે સેનાને બોલાવી પડી છે. ઝેલમ નદીમાં પાણીનું સ્તર વધવાના કારણે સંગમ અને રામ મુનશી બાગમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ઉપરાંત હવામાન વધુ થવાની આગાહી બાદ J&K પોલીસ દ્વારા તમામ જિલ્લામાં 24 કલાક ઈમરજન્સી હેલ્પલાઈન શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ કર્મચારીઓની રજા રદ કરીને સ્ટેન્ડ ટુ રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ કાશ્મીરમાં પૂરની ચેતવણી જારી કરવામાં આવી છે. રાજ્યમાં મૂશળધાર વરસાદને કારણે એવી સ્થિતિ થઈ છે કે ભૂસ્ખલનને કારણે જમ્મૂ-શ્રીનગર નેશનલ હાઈવે બંધ કરવો પડ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -