આ મહિલાએ એકલા હાથે ઉડાવ્યું ફાઇટર પ્લેન, બની દેશની પ્રથમ મહિલા ફાઇટર પાયલટ
18 જૂન 2016એ મહિલા ફાઇટર પાયલટ બનવા માટે પહેલી વાર ત્રણ મહિલાઓ અવની, મોહના સિંહ અને ભાવના કાંતે એરફોર્સમાં કમિશન કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅવની ચતુર્વેદી મધ્યપ્રદેશની રીવાની રહેવાસી છે અને તેનો ભાઇ સેનામાં છે. ગુજરાતના વડોદરાની રહેવાસી મોહનાના પિતા વાયુસેનામાં સાર્જેન્ટ છે, જ્યારે મથુરાની રહેવાસી ભાવનાના પરિવારમાં કોઇ મિલિટ્રી બેકગ્રાઉન્ડ નથી.
અવનીએ ગુજરાતના જામનગરમાં પોતાની પહેલી ટ્રેનિંગમાં એકલા હાથે મિગ-21 બાઇસન ફાઇટર પ્લેન ઉડાવ્યું. ફાઇટર પાયલટ બનવાનો અર્થ છે કે તે યુદ્ધની સ્થિતિમાં અવની, ભાવના અને મોહાના લડાઇમાં વપરાતા સુખોઇ વિમાન ઉડાવશે.
જામનગરઃ ભારતીય એરફોર્સની એક મહિલાએ ઇતિહાસ રચી દીધો છે. એરફોર્સની ફ્લાઇંગ ઓફિસર અવની ચતુર્વેદીએ ઇતિહાસ રચી દીધો છે, અવની ચતુર્વેદીએ ફાઇટર પ્લેનને એકલા હાથે ઉડાવ્યું છે. આ ઉડાન સાથે તે દેશની પહેલી મહિલા ફાઇટર પાયલટ બની ગઇ છે. અત્યાર સુધી એરફોર્સમાં મહિલાઓ માત્ર ટ્રાન્સપોર્ટ વિમાન અને હેલિકૉપ્ટર જ ઉડવી શકતી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -