સુપ્રિમ કોર્ટે જજોની નિમણુંક મુદ્દે સરકારને ઝાટકી, કહ્યું- શા માટે કોર્ટ બંધ કરી નથી દેતા?
નવી દિલ્હી: હાઇકોર્ટમાં ન્યાયધીશોની નિમણુંકના મુદ્દે કેન્દ્ર સરકાર અને સુપ્રિમ કોર્ટ આમને સામને આવી ગયા છે. આ મામલામાં સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારને ઝાટકી નાંખી છે. સુપ્રિમ કોર્ટે કહ્યુ છે કે, પ્રશાસનિક ઉદાસીનતા આ સંસ્થાને ખરાબ કરી રહી છે. આજે કોર્ટને તાળા મારવા પડે તેવી સ્થઇતિ છે. કોર્ટે કહ્યુ છે કે, કર્ણાટક હાઇકોર્ટમાં સમગ્ર ગ્રાઉન્ડ ફલોર બંધ છે. શા માટે સમગ્ર સંસ્થાને તાળુ ન લગાવી દેવુ અને લોકોને ન્યાય આપવાનુ પણ શા માટે બંધ કરી ન દેવુ? ચીફ જસ્ટીસ ટી.એસ.ઠાકુરે કહ્યુ છે કે, કેન્દ્ર સરકાર આ મુદ્દાને ઇગોનો મુદો ન બનાવે. અમે નથી ઇચ્છતા કે પરિસ્થિતિ એવી ઉભી થાય કે એક સંસ્થા બીજી સંસ્થાની સામે આવી જાય. ન્યાયપાલિકાને બચાવવાનો પ્રયાસ થવો જોઇએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુપ્રિમ કોર્ટના ન્યાયધીશે સરકારને ચેતવણી આપી છે કે, અમને કાયદેસરના આદેશ થકી આ ગતિરોધને દુર કરવા મજબુર કરવા ન જોઇએ. કોલેજીયમે ફેબ્રુ.માં હાઇકોર્ટમાં જ્જોની નિયુકિત ૭પ નામ મોકલ્યા હતા પરંતુ કેન્દ્રએ હજુ સુધી કશુ કર્યુ નથી. સુપ્રિમ કોર્ટે કહ્યુ હતુ કે, આપણે એવી પરિસ્થિતિ ઉભી થવા દેવી ન જોઇએ કે જયાં કોર્ટને બંધ કરવાની નોબત આવવી ન જોઇએ.
મુખ્ય ન્યાયધીશે એમ પણ કહ્યુ હતુ કે, જો આવુ જ રહ્યુ તો સેક્રેટરી જસ્ટીસ અને પીએમઓ સેક્રેટરીને કોર્ટમાં બોલાવી લેશુ. તેમણે કહ્યુ હતુ કે, અલ્હાબાદ હાઇકોર્ટમાં ૧૬૦માંથી ૭૭ જ્જ કામ કરે છે. જયારે છત્તીસગઢમાં રરમાંથી ૮ જ્જ કામ કરે છે. આવુ ન ચાલી શકે. મુખ્ય ન્યાયધીશે પોતાની નારાજગી દર્શાવતા સરકારને પોતાનુ ઢીલુ વલણ છોડવા કહ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે, હાઇકોર્ટની હાલત ઘણી ખરાબ છે. કોઇપણ પરિસ્થિતિમાં નિયુકિત કદી બંધ થવી ન જોઇએ. રાજય હાઇકોર્ટની વાસ્તવિક તાકાત ૬૦ ટકા ઓછી છે. એક સમય હતો જયારે જ્જ વધુ હતા અને કોર્ટની સંખ્યા ઓછી હતી. આજે જ્જોની નિયુકિત ન હોવાથી અનેક રૂમ બંધ પડયા છે.
કેન્દ્ર સરકાર તરફથી એટર્ની જનરલ રોહતગીએ કહ્યુ હતુ કે, હાઇકોર્ટના જ્જોની યાદીમાં અનેક નામ એવા છે જે યોગ્ય નથી. સરકારે ૮૮ નામ નક્કી કર્યા છે પરંતુ સરકાર એમઓપી તૈયાર કરી રહી છે હવે આ મામલે સુનાવણી ૧૧ નવેમ્બર થશે.
ચીફ જસ્ટીસ ઠાકુરે કહ્યુ છે કે અમે બહુ શાંતિથી કામ કરી રહ્યા છીએ. કેન્દ્ર સરકારે જણાવવુ જોઇએ કે અલ્હાબાદ હાઇકોર્ટના જ્જોની યાદીનું શું થયુ ? સરકાર ૯ મહિનાથી કેમ આળશ રાખી બેઠી છે ? જો સરકારને કોઇ નામ સામે વાંધો હોય તો અમને મોકલે, અમે ફેરવિચારણા કરશુ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -