30મી પછી 10,000થી વધુની જૂની નોટ મળવા પર થશે દંડ, જાણો શું હશે જોગવાઈ
જોકે વધુમાં વધુ રૂપિયા ૫૦,૦૦૦ અથવા વ્યક્તિ પાસેની રકમના પાંચ ગણાં બેમાંથી જે વધુ હોય તેટલી રકમનો દંડ ચુકવવો પડી શકે છે. આમાં ક્રિમિનલ જવાબદારી પણ નક્કી થશે અને મ્યુનિસિપલ મેજિસ્ટ્રેટ ભંગના કેસોની સુનાવણી કરશે અને પેનલ્ટી નક્કી કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ વટહુકમ જૂની નોટો બેંકોના ખાતાઓમાં જમા કરાવવા માટેની અંતિમ તારીખ ૩૦ ડિસેમ્બર પહેલા જારી કરાશે તેમ જણાવતા સૂત્રોએ ઉમેર્યું હતું કે સૂચિત કાયદાનું ઉલ્લંઘન કરનાર માટે દંડની જોગવાઇને હજુ અંતિમ સ્વરૂપ આપવાનું બાકી છે.
નવી દિલ્હીઃ નોટબંધી પર મોદી સરકાર વધુ કડક પગલા લેવા જઈ રહી છે. મળતા અહેવાલ અનુસાર સરકાર નવો વટહુકમ લાવવાની તૈયારીમાં છે. તે અંતર્ગત હવે ૩૦ ડિસેમ્બર પછી બંધ થયેલી ૫૦૦-૧૦૦૦ની નોટો એક સાથે ૧૦,૦૦૦ રૂપિયાથી વધુ મૂલ્યની હશે તો તે એક દંડાત્મક ગુનો ગણાશે. હવે કોઇપણ વ્યક્તિ પાસે કોઇ પણ ચલણની હોય તેવી બંધ નોટોની સંખ્યા ૧૦થી વધુ ન હોવી જોઇએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -