દિલ્હીના પૂર્વ CM મદન લાલ ખુરાનાનું 82 વર્ષની વયે નિધન, લાંબા સમયથી હતા બિમાર
મદન લાલ ખુરાનાનો જન્મ 15 ઓક્ટોબર 1936માં પંજાબના લયાલપુર શહેરમાં થયો હતો. ભાગલા વખતે લયાલપુર પાકિસ્તાનનો ભાગ બની ગયો અને શહેરનું નામ બદલીને ફૈસલાબાદ કરવામાં આવ્યું. ખુરાનાએ લગભગ 12 વર્ષની ઉંમરે પાકિસ્તાના લયાલપુરથી પોતાનું ઘર છોડીને દિલ્હી આવ્યા હતા અને અહીં સ્થાયી થયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હી: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા મદન લાલ ખુરાનાનું 82 વર્ષની વયે શનિવારે મોડી રાતે નિધન થઈ ગયું છે. વયોવૃદ્ધ નેતાની તબીયત ઘણા દિવસથી સારી નોહતી. મદન લાલ ખુરાના દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ કેન્દ્રીય મંત્રી સિવાય રાજસ્થાનના રાજ્યપાલ પણ રહી ચુક્યા હતા.
ખુરાના 1993 થી 1996 સુધી દિલ્હીની મુખ્યમંત્રી રહ્યા હતા. વાજપેયી સરકારમાં કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાંથી ભાજપમાં આવેલા મદન લાલ ખુરાના 2004માં વાજપેયી સરકાર વખતે રાજસ્થાનના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -