6 મહિનાની સજા કાપ્યા બાદ જેલમાંથી મુક્ત થયા જસ્ટિસ કર્ણન, 20 જૂને થઈ હતી ધરપકડ
જાન્યુઆરી 2017માં સુપ્રીમ કોર્ટના 20 સિટિંગ અને નિવૃત્ત જજો સામે ભ્રષ્ટાચારના આરોપ મૂક્યા બાદ જસ્ટિસ કર્ણને વિવાદ ઊભો કર્યો હતો. મે મહિનામાં સાત-સભ્યોની બેન્ચે જસ્ટિસ કર્ણનને તિરસ્કારના કેસમાં 6 મહિનાની જેલની સજા ફટકારી હતી. આ આદેશ આવ્યાના આગલા દિવસે જસ્ટિસ કર્ણને સુપ્રીમ કોર્ટના 6 જજોની ધરપકડ કરવામાં આવે તેવો આદેશ આપ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકર્ણનની મુક્તિ પહેલા તેમની પત્ની સરસ્વતી કર્ણન મોટા દીકરા સાથે મંગળવારે સાંજે જેલ પર પહોંચી ગઈ હતી. કર્ણનની પત્ની સરસ્વતી ચેન્નઈની એક કોલેજમાં અર્થશાસ્ત્રની પ્રોફેસર છે. દોઢ મહિના અગાઉ પણ તેણે કર્ણન સાથે મુલાકાત લીધી હતી.
નવી દિલ્હીઃ કોલકાતા હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ સીએસ કર્ણન 6 મહિનાની જેલની સજા કાપ્યા બાદ બુધવારે મુક્ત થયા હતા. અવમાનના મુદ્દે સુપ્રીમ કોર્ટે તેમને આ સજા સંભળાવી હતી. ધરપકડનું વોરંટ જાહેર થયા બાદ તેઓ એક મહિના સુધી પોલીસથી ભાગતા ફરતા રહ્યા હતા. 20 જૂનના રોજ તેમની તમિલનાડુના કોયંબટૂરથી ધરપકડ કરવામાં આવી હતી. ભારતીય ન્યાયતંત્રના ઈતિહાસમાં પ્રથમવખત હાઇકોર્ટના સીટિંગ જજને સુપ્રીમકોર્ટ દ્વારા જેલની સજા ફટકારવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -