આ 4 બિમારીઓ સામે ઝઝૂમી રહ્યાં હતા અટલ બિહારી વાજપેયી, 2009થી હતા વ્હીલચેર પર
93 વર્ષીય પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી બીજેપીના વરિષ્ઠ નેતા હતા. તેમને 11 જૂને એમ્સમાં ભરતી કરવામાં આવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે અટલ બિહારી વાજપેયી ડેમેન્શિયા નામની ગંભીર બિમારીથી પીડાઇ રહ્યાં હતા. અને તેના કારણે 2009થી તેઓ વ્હીલચેર પર જ હતા.
એમ્સે એક નિવેદનમાં કહ્યું હતું કે ‘‘દુર્ભાગ્યાપૂર્ણ, છેલ્લા 24 કલાકમાં તેમની તબિયત અતિ નાજુક થઇ ગઇ છે અને તે લાઇફ સપોર્ટ સિસ્ટમ પર છે.’’
વાજપેયીની બિમારીઓની વાત કરીએ તો તેઓ કિડનીની નળીમાં ઇન્ફેક્શન, છાતીમાં દબાણ, મુત્રનળીમાં ઇન્ફકેશન વગેરે જેવી બિમારીઓ સામે ઝઝૂમી રહ્યાં હતા. તેમને 11 જૂને એમ્સમાં ભરતી કરાવવામાં આવ્યા હતા.
ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આજે 93 વર્ષની વયે દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં પાંચ વાગ્યે પાંચ મીનીટે અંતિમ શ્વાસ લીધા હતા. અટલ બિહારીને યૂરિન ઇન્ફેક્શનની તકલીફના કારણે 11 જૂનના રોજ એઇમ્સમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -