ગુજરાતના ચાર આઇએએસ અધિકારીને કેન્દ્રમાં મળ્યા ઉચ્ચ હોદ્દા, જાણો વિગત
2010ની ગુજરાત કેડરના IAS સુજીત કુમારને શિપિંગ અને ખાણ, ખનીજ અને ફર્ટિલાઈઝરના રાજયકક્ષાના મંત્રી મનસુખ માંડવીયાના પ્રાઈવેટ સેક્રેટરી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. તેમણે પાંચ વર્ષ સુધી બોટાદ કલેક્ટર તરીકે ફરજ બજાવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત કેડરના 1996 બેચના IAS અધિકારી ડૉક્ટર ટી. નટરાજનની વોશિંગ્ટન ડીસી ખાતે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના સિનિયર એડવાઈઝર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. તેઓ ત્રણ વર્ષથી ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડમાં જોઈન્ટ એમડી હતા. હાલમાં તેઓ મેનેજિંગ ડિરેક્ટર પદ પર છે.
2006 ગુજરાત કેડરના IAS અધિકારી અજય કુમારની કેન્દ્રમાં પેટ્રોલિયમ મિનિસ્ટરના પ્રાઇવેટ સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ ગુજરાતમાં જીએસટી વિભાગના સ્પેશિયલ કમિશનર તરીકે ફરજ બજાવે છે.
IAS અધિકારી અને વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અજય ભાદુની રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણૂક થઈ છે. આ પહેલા તેઓ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર પદે પણ રહી ચૂક્યા છે. અજય ભાદુ ગુજરાત કેડરના 1999ની બેચના IAS અધિકારી છે.
ગાંધીનગરઃ મોદી સરકારમાં ગુજરાત કેડરના અધિકારીઓનો દબદબો વધતો જઇ રહ્યો છે. મોદી સરકાર દ્ધારા ગુજરાતના ચાર આઇએએસ અધિકારીઓની કેન્દ્રમાં નિમણૂક કરવામાં આવી છે. IAS અધિકારી અને વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અજય ભાદુની રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણૂક થઈ છે જ્યારે 2010ની ગુજરાત કેડરના IAS સુજીત કુમારને શિપિંગ અને ખાણ, ખનીજ અને ફર્ટિલાઈઝરના રાજયકક્ષાના મંત્રી મનસુખ માંડવીયાના પ્રાઈવેટ સેક્રેટરી તરીકે નિમણૂંક કરાઇ છે. તે સિવાય ગુજરાત કેડરના 1996 બેચના IAS અધિકારી ડૉક્ટર ટી. નટરાજન, 2006 ગુજરાત કેડરના IAS અધિકારી અજય કુમારની પણ કેન્દ્ર સરકાર દ્ધારા નિમણૂક કરાઇ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -