પૂર્વોત્તરમાં 'જળ પ્રલય', અત્યાર સુધી 23 લોકોએ જીવ ગુમાવ્યા, આસામમાં પુરથી 4 લાખ લોકો પ્રભાવિત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપંજાબમાં લુધિયાણા, પટિયાલા અને અમૃતસરમાં મેક્સિમમ તાપમાન ક્રમશઃ 29.9 ડિગ્રી, 29.4 ડિગ્રી અને 31.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.
હરિયાણામાં અંબાલાનું તાપમાન 30 ડિગ્રી, કરનાલનું મેક્સિમમ તાપમાન 27.5 ડિગ્રી સેલ્સિયર નોધવામાં આવ્યુ છે જે સામાન્ય કરતાં દસ ડિગ્રી ઓછુ છે.
પંજાબ અને હરિયાણામાં પણ તાપમાનનો પારો નીચે ઉતરી ગયો. ચંડીગઢમાં આજે સવારથી વરસાદ ચાલું થઇ ગયો છે અને મેક્સિમમ તાપમાન 30.7 ડિગ્રી સેલ્સિયર્સ નોંધાયું છે.
અહીં પુરની સ્થિતિ સતત બગડતી જઇ રહી છે. કાલે પુરના કારણે પાંચ લોકોના મોત થયા હતા. જોકે, એનડીઆરએફની ટીમને પુરજોશમાં બચાવ કાર્ય ચાલું કરી દીધું છે.
નવી દિલ્હીઃ પૂર્વોત્તર ભારત તરફ ચોમાસુ આગળ વધી રહ્યું છે. આના કારણે ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં વરસાદ શરૂ થઇ ગયો છે. હવામાં પલટાવવાથી દિલ્હીમાં ધૂળવાળા વાતાવરણથી લોકોને રાહત મળી છે, ત્યારે આસામમાં પુરની સ્થિતિથી વધુ ખરાબ હાલત થઇ ગઇ છે. આનાથી 6 જિલ્લાઓમાં સાડા ચાર લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે, અને 23 લોકોનું અત્યાર સુધી જીવ ગુમાવી ચૂક્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -