પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે પણ વધારો, અમદાવાદમાં પ્રથમવાર પેટ્રોલ 80 રૂપિયાને પાર
વિશેષજ્ઞોનું માનવું છે કે આવનારા સમયમાં બારતીય બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચશે. પેટ્રોલ ડીઝલના ભાવ વધારા પાછળ રૂપિયો સૌથી મોટુ કારણ છે. રૂપિયામાં ઘટાડો થવાના કારણે ઓઈલ કંપનીઓ સતત ભાવમાં બદલાવ કરી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે પણ વધારો થયો હતો. પેટ્રોલમાં 14 પૈસાનો તો ડીઝલના ભાવમાં 15 પૈસાનો વધારો થયો હતો. અમદાવાદમાં પેટ્રોલ 80 રૂપિયા અને 07 પૈસા પર, જ્યારે ડીઝલ 78.36 રૂપિયાની સપાટી પર છે.
મુંબઈમાં પેટ્રોલના ભાવમાં 14 પૈસાનો વધારો થતા પેટ્રોલ 88.26 રૂપિયા પ્રતિલીટર પહોંચ્યું છે. જ્યારે ડીઝલમાં 15 પૈસાનો વધારો થતાં 77.47 રૂપિયા પ્રતિલીટર પહોંચી ગયું છે.
નવી દિલ્હી: દેશમાં સતત વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મંગળવારે પણ વધારો થયો હતો. મંગળવારે પેટ્રોલમાં 14 પૈસાનો વધારો થતા 80.87 રૂપિયા પ્રતિલીટર પહોંચી ગયું છે. જ્યારે ડીઝલમાં 14 પૈસાનો વધારો થતા 72.97 રૂપિયા પ્રતિલીટર પહોંચ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -