ક્રિકેટર ગૌતમ ગંભીર CM અરવિંદ કેજરીવાલ પર કેમ ભડક્યો ?, જાણો વિગત
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં હવાની ગુણવત્તા ખૂબજ ખરાબ સ્તર પર પહોંચી ગઇ છે. લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. દિલ્હીની કેજરીવાલ સરકાર પણ પ્રદુષણ રોકવામાં નિષ્ફળ સાબિત થઇ રહી છે. એવામાં કેજરીવાલ સરકારને સોમવારે નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ(NGT)એ 25 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એનજીટીના નિર્ણય બાદ ક્રિકેટર ગૌતમ ગંભીરે સીએમ કેજરવીલા પર નિશાન સાધ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે ગૌતમ ગંભીર પણ અગાઉ પણ આમ આદમી પાર્ટીની સરકાર પર ટીકા કરી ચુક્યો છે. ગત ઓક્ટોબરમાં ગંભીરે પ્રદુષણને લઈને કેજરીવાલ સરકાર પર નિશાન સાધ્યું હતું
ગૌતમ ગંભીરએ ટ્વિટર પર લખ્યું કે, ધુમાડો ફેલાયો, મફલર વીંટાળીને નિકળ્યો ફ્રોડ, અરવિંદ કેજરીવાલ અને ભાજપને ટેગ કરીને પૂછ્યું કે, એનજીટી દ્વારા લગાવવામાં આવેલો દંડ કોણ ભરશે? મારા જેવા તમામ કરદાતાઓના પૈસાથી જ આ દંડ ભરવામાં આવશે. ગંભીરે આગળ કહ્યું, કદાજ મારી પાસે આ કહેવાનો વિકલ્પ હોત કે મારા ટેક્સના પૈસા દિલ્હી સીએમ દ્વારા કરવામાં આવેલી લાપરવાહીના ઉપયોગ માટે નહીં થાય.
અનેક પ્રયાસો બાદ પણ દિલ્હી સરકાર પ્રદુષણને નિયંત્રણ લેવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. જેને લઈને એનજીટીએ કેજરીવાલ સરકાર પર કડક કાર્યવાહી કરતા આ દંડ ફટકાર્યો છે. દંડ નહીં ભરવા પર દર મહિને 10 કરોડ રૂપિયાનો વધારાનો દંડ ભરવો પડશે જ્યાં સુધી દંડની રકમ ભરાઇ ના જાય.
- - - - - - - - - Advertisement - - - - - - - - -