ચેન્નાઇમાં 11 વર્ષની બાળકી પર 18 લોકોએ કર્યો રેપ, કોર્ટમાં વકીલોએ આરોપીની કરી સખત ધોલાઇ
વળી, લોકલ રિપોર્ટનું કહેવું છે કે આરોપી બાળકીને કૉમ્પલેક્સના બેઝમેન્ટ, છત, જીમ અને બાથરૂમમાં લઇ ગયા અને રેપની વારદાતને અંજામ આપ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમામલો ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે બાળકીએ આ ઘટનાની માહિીત પોતાના માતાપિતાને આપી. પરિવારે આ મામલે એફઆઇઆઇર નોંધાવી અને બાળકીને મેડિકલ ચેકઅપ કરાવવામાં માટે લઇ ગયા હતા.
પોલીસે જણાવ્યું કે, સૌથી પહેલા 66 વર્ષના એક લિફ્ટ ઓપરેટરે બાળકી પર તે સમયે હુમલો કર્યો જ્યારે તે સ્કૂલથી ઘરે આવી હતી અને અને કૉમ્પેલક્સમાં સાયકલ ચલાવી રહી હતી.
રિપોર્ટ્સ અનુસાર આ હુમલા બાદ લિફ્ટ ઓરપેટરે એકબીજી વ્યક્તિને બોલાવ્યો જેને રેપનો વીડિયો બનાવ્યો. ત્યારબાદ બાળકીને ઇન્જેક્શન અને સૉફ્ટ ડ્રિંકમાં ડ્રગ્સ ભેળવીને બેહેશ કરી દેવામાં આવી. પોલીસનું કહેવું છે કે, અત્યાર અમને પ્રાથમિક માહિતી મળી છે અને અમે આની ઉંડી તપાસ કરી રહ્યાં છીએ.
ચેન્નાઇઃ ચેન્નાઇમાં એક 11 વર્ષની બાળકી સાથે છેલ્લા 7 મહિનામાં 18 લોકો દ્વારા કથિત રીતે રેપ કરવામાં આવ્યો. બાળકીની સાથે રેપના મામલે મંગળવારે 18 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. બાળકી બહેરી છે અને અને તેની સાથે ચેન્નાઇના એક એપાર્ટમેન્ટમાં તેનુ યૌન શોષણ થયું. આ મામલે આરોપી જ્યારે કોર્ટ પહોંચ્યા ત્યારે વકીલોએ તેની જબરદસ્ત રીતે ધોલાઇ કરી દીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -