યુવતીએ અમેઝોનને કહ્યું- 'બસ એક સનમ ચાહિએ, આશિકી કે લીએ', જાણો પછી શું મળ્યો રસપ્રદ જવાબ
જેના પર અદિતી નામની છોકરીએ લખ્યું, બસ એક સનમ ચાહિએ, આશિકી કે લીએ, ત્યારબાદ અમેઝોન હેલ્પ ટ્વિટર પરથી તુરંત જવાબ આપવામાં આવ્યો જેમાં લખ્યું હતું કે, એ અખ્ખા ઈન્ડિયા જાનતા હૈ, હમ તુમ પે મરતા હૈ, દિલ ક્યાં ચીઝ હે જાનમ અપની જાન તેરે નામ કરતા હૈ. ત્યારબાદ અમેઝોન તરફથી આપવામાં આવેલો જવાબ સોશ્યલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલોકો અમેજનના આ જવાબને ખુબ પસંદ કરી રહ્યા છે. એક યૂઝરે તેના પર કોમેન્ટ કરતા લખ્યું કે કરારા જવાબ, આજે દાવ ઉલ્ટો પડી ગયો. એક યૂઝરે લખ્યું અમેજન વાળા ભાઈ અમારી આશિકી પણ સેટ કરી દો, ફિલ્પકાર્ટની કસમ ખાઈને કહુ છું , તમામ પ્રોડક્ટ અમેઝોન માંથી ખરીદીશ.
ઈ-કોમર્સ વેબસાઈટ અમેઝોન હેલ્પ ટ્વિટર હેંડલ પર અદિતી નામની છોકરીએ લખ્યું, હાય, અમેઝોન, તેમે પોતાને દુનિયાની સૌથી મોટી ઈ-કોમર્સ વેબસાઈટ કહો છો પરંતુ કલાકો સુધી શોધ્યા બાદ પણ મને મારી પસંદનો સામાન ન મળ્યો. જેના પર અમેજન હેલ્પ તરફથી જવાબ આપવામાં આવ્યો કે, અમે ગ્રાહકોની જરૂરીયાત સમજવાની વાંરવાર કોશિશ કરી રહ્યા છીએ અને ઉપલબધ સામાનની યાદી પણ વધારી રહ્યા છીએ. શું તેમે જણાવી શકો છો કે તમારે શું જોઈએ છે?
નવી દિલ્લી: પોતાના ગ્રાહકો સાથે જોડાઈ રહેવા માટે ઈ-કોમર્સ વેબસાઈટ પણ સોશ્યલ મીડિયાને માધ્યમ બનાવે છે. હાલના દિવસોમાં ટ્વિટર પર અમેઝોન વેબસાઈટ તરફથી એક છોકરીને આપવામાં આવેલો જવાબ વાયરલ થઈ રહ્યો છે. અમેજન હેલ્પ ટ્વિટર હેંડલ પર એક છોકરીએ અમેઝોનને સવાલ પુછ્યો તો અમેજન તરફથી રિપ્લાય કરવામાં આવ્યો કે અમે તમારી શું મદદ કરી શકીએ. જેના પર છોકરીએ ફિલ્મનું સોંગ લખી આપ્યું, ત્યારબાદ અમેઝોને જોરદાર અંદાજમાં તેનો જવાબ આપ્યો. બંને વચ્ચે થયેલી સોશ્યલ મીડિયા વાતચીત વાયરલ થઈ રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -