ઘર બનાવવા માટે રાખેલ 66 હજાર રૂપિયા ખાઈ ગઈ ભૂખી બકરી
સર્વેશે કહ્યું કે, તેને 66 હજાર રૂપિયાનું નુકસાન થયું પરંતુ તે કંઈ જ કરી શકે તેમ ન હતા કારણ કે આ બકરીને તેણે બાળકની જેમ પાળી છે. આ ઘટના બાદથી બકરીને જોવા માટે લોકોની ભીડ લાગી રહી છે. લોકો અનેક પ્રકારની સલાહ પણ આપી રહ્યા છે. કોઈનું કહેવું છે કે, બકરીને ઉલટી કરાવવી જોઈએ તો કોઈ કહે છે કે, બકરીને વેચી દેવી જોઈએ. એટલું જ નહીં કેટલાક લોકો તો બકરીની સાથે સેલ્ફી પણ લઈ રહ્યા છે. જ્યારે કેટલાક લોકો મજાકમાં કહે છે કે, બકરીને પોલીસને સોંપી દેવી જોઈએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસર્વેશે જણાવ્યું કે, તે પેન્ટના ગજવામાં રૂપિયા રાખીને નહાવ માટે ગયા. એટલામાં તો બકરી આવી અને તમામ નોટો ખાઈ ગઈ. થોડા સમય બાદ જ્યારે તે નહાઈને પરત ફર્યા તો તે 31 નોટ ખાઈ ગઈ હતી અને માત્ર 2 નોટ બચી હતી જે પણ ખરાબ થઈ ગઈ હતી. બકરીની આ હરકતથી તે ખૂબ જ નારાજ છે.
નવી દિલ્હીઃ કાનપુરમાં સર્વેશ નામના વ્યક્તિની સાથે અજીબોગરીબ ઘટના બની છે. તેમનું કહેવું છે કે, પાળતુ બકરી 66 હજાર રૂપિયા ખાઈ ગઈ છે. આ વ્યક્તિના જણાવ્યાનુસાર તેણે ગજવામાં આ રૂપિયા રાખ્યા હતા અને તમામ નોટ 2-2 હજાર રૂપિયાની હતી. ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રકાશિત અહેવાલ અનુસાર સર્વેશનું કહેવું છે કે, તેના ઘરમાં કામ ચાલી રહ્યું હતું અને તેણે આ રૂપિયા ખૂબ જ મહેનત કરીને ઘર બનાવવા માટે ભેગા કર્યા હતા. આ રૂપિયાથી ઈંટ ખરીદવાની યોજના હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -