પ્રધાનમંત્રી નરસિમ્હા રાવના સમયમાં ચર્ચિત થયેલ ગોડમેન ચંદ્રાસ્વામીનું નિધન
1995માં 21 સપ્ટેમ્બરે જ્યારે સમગ્ર દેશમાં ગણેશ ભગવાનની પ્રતિમા દ્વારા દૂધ પીવાના સમાચાર આગની જેમ બધી જગ્યાએ ફેલાઈ ગયા અને લોકો મંદિરોમાં ગણેશજીને દૂધ પીવડાવવા તૂટી પડ્યા, ત્યારે કોઈએ વિચાર્યું ન હતું કે આ અફવા ક્યાંથી ફેલાઈ છે. પરંતુ કહેવાય છે કે, તેની પાછળ ચંદ્રાસ્વામીનું જ ભેજું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમૂળ નેમીચંદ નામ ધરાવતા ચંદ્રાસ્વામી જ્યોતિષ તરીકે જાણીતા હતા. નરસિંહરાવના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમ્યાન તેઓ તેમની અત્યંત નિકટની વ્યક્તિ ગણાતા હતા. બોફોર્સ તોપસોદાથી લઈને અનેક કેસોમાં તેમની સંડોવણી માનવામાં આવતી હતી. રાજીવ ગાંધી હત્યા કેસમાં પણ તેમનું નામ ઉછળ્યું હતું. 1996માં લંડન સ્થિત વેપારી સાથે છેતરપિંડીના કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. ફેમાના નિયમોના ભંગ બદલ તેમને દોષી ઠેરવવામાં આવ્યા હતા.
ચંદ્રાસ્વામીનું નામ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ સાથે પણ જોડાયું હતું. દાઉદના માણસ બબલૂ શ્રીવાસ્તવને પ્રત્યપર્ણ દ્વારા 1995માં ભારત લાવવામાં આવ્યો હતો. કહેવાય છે કે, તેણે જ સીબીઆઈને દાઉદ અને ચંદ્રાસ્વામીના સંબંધો વિશે જણાવ્યું હતું. ત્યાર બાદ ચંદ્રાસ્વામીની વિરૂદ્ધ ફેમાના કાયદા હેઠળ અનેક કેસમાં તપાસ શરૂ કરવામાં આવી હતી.
નવી દિલ્હીઃ વિવાદાસ્પદ તાંત્રિક ચંદ્રાસ્વામીનું 66 વર્ષની ઉંમરે 23 મે, 2017ના રોજ નિધન થયું છે. એકસમયે તેઓ જેટલા ચર્ચિત અને વિવાદિત રહ્યા એટલા જ અંતિમ સમયમાં ગુમાન જીવન વિતાવ્યું. નવી દિલ્હીમાં એપોલો હોસ્પિટલમાં ચંદ્રાસ્વામીનું નિધન થયું છે. હોસ્પિટલ દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ છેલ્લા કેટલાક સમયથી તેઓ બીમાર હતા. શરીરના એકથી વધારે અંગોએ કામ કરવાનું બંધ કરી દેતા તેમનું મંગળવારે બપોરે 2.56 કલાકે અવસાન થયું છે.
સારા સમયમાં તેમના ભક્તોની સંખ્યા સારી એવી હતી. કહેવાય છે કે, તેમની પહોંચ લંડન સુધી હતી અને તે તત્કાલીન બ્રિટિશ પ્રધાનમંત્રી માર્ગરેટ થૈચર સાથે ત્યાં જઈને મળ્યા હતા. ચંદ્રાસ્વામી પર અનેક આરોપ હતા. રાજીવ ગાંધીની હત્યાના આરોપીને તેમણે મદદ કર્યાનો આરોપ હતો. સરકારે આ હત્યાકાંડની તપાસ માટે મિલાપ ચંદ્ર જૈનની આગેવાનીમાં એક પંચ બનાવ્યું હતું. પંચે અંદાજે 600 પાનાનો અહેવાલ આપ્યો હતો. તેમાં ચંદ્રાસ્વામી પર સ્પષ્ટ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. કહેવામાં આવ્યું કે, ચંદ્રાસ્વામીએ રાજીવ ગાધીની હત્યાનું ષડયંત્ર રચનાર શિવરાસનની મદદ કરી. હત્યા બાદ તેમના દ્વારા શિવરાસનને વિદેશ મોકલવાની વ્યવસ્થા કરવાની વાત પણ કહેવામાં આવી હતી. જોકે આ અહેવાલ કોર્ટમાં ક્યાં ટકી ન શક્યો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -