ગુજરાત કનેકશન ધરાવતી ભારતની પ્રથમ મહિલા ફોટો જર્નાલિસ્ટનો બર્થડે, ગૂગલે આ રીતે કર્યા યાદ
ભારતની પ્રથમ મહિલા ફોટો જર્નાલિસ્ટ હોમાઈ વ્યારાવાલાના 104માં બર્થ ડે પર ગૂગલે ડૂડલ બનાવી તેમને યાદ કર્યા. હોમાઈ વ્યારાવાલાએ તેમના કેમેરામાં અનેક રાજકીય હસ્તીઓને બખૂબી કેદ કર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવર્ષ 1970માં હોમાઈએ તેના પતિના નિધન બાદ ફોટોગ્રાફી છોડી દીધી હતી. પરંતુ તેમણે 40 વર્ષ સુધી ફોટોગ્રાફી ચાલુ રાખી હતી. 2010માં ભારત સરકારે તેમને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા. 15 જાન્યુઆરી, 2012ના રોજ તેમનું અવસાન થયું હતું.
હોમાઇ વ્યારાવાલાએ ઓગસ્ટ 1947ના રોજ લાલ કિલ્લા પર પ્રથમ વખત ફરકાવવામાં આવેલો ત્રિરંગો, મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને લાલ બહાદુર શાસ્ત્રીની અંતિમ યાત્રાની તસવીરો પણ તેમના કેમેરામાં કેદ કરી હતી.
મુંબઈના ‘The Illustrated Weekly of India’ મેગેઝિન માટે કામ કરતી વખતે હોમાઈ વ્યારાવાલા દ્વારા ખેંચવામાં આવેલી બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરો ખૂબ જાણીતી થઈ હતી.
અભ્યાસ પૂરો કર્યા બાદ તેણે મુંબઈના એક દૈનિક માટે ફોટો ખેંચવાનું શરૂ કર્યું અને બાદમાં આ ક્ષેત્રને જ પ્રોફેશન તરીકે પસંદ કર્યો. વર્ષ 1942 (બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન)માં વ્યારાવાલાએ બ્રિટિશ ઈન્ફોર્મેશન સર્વિસમાં નોકરી કરી.
હોમાઈ વ્યારાવાલનો જન્મ 9 ડિસેમ્બર, 1913ના રોજ ગુજરાતના નવસારીમાં એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. તેના પિતા પારસી ઉર્દૂ થિયેટરના જાણીતા અભિનેતા હતા. પ્રાથમિક શિક્ષણ હાંસલ કર્યા બાદ તેમણે બોમ્બે યુનિવર્સિટી અને સર જે જે સ્કૂલ ઓફ આર્ટમાંથી મેળવ્યું હતું.
નવી દિલ્હીઃ વિશ્વના સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલે આજે 9 ડિસેમ્બર, 2017ના રોજ ભારતની પ્રથમ મહિલા ફોટો જર્નાલિસ્ટ હોમાઈ વ્યારાવાલાના 104માં બર્થ ડે ડૂડલ બનાવી તેમને યાદ કર્યા છે. ગૂગલે તેમના બર્થ ડે પર અનેક જૂના ચિત્રોને જોડીને એક કોલાઝનું રૂપ આપ્યું છે. જેમાં દેશની પ્રથમ મહિલા ફોટો પત્રકાર પણ નજરે પડી રહી છે. તે કેમેરાથી તસવીર ખેંચી રહી હોવાનું દર્શાવવામાં આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -