ઝાંસીની રાણીના અવતારમાં દેખાઇ પ્રિયંકા ગાંધી, યોગીના ગઢમાં લાગ્યા પૉસ્ટર, જુઓ તસવીરો
જ્યારે બીજા પૉસ્ટરમાં કાર્યકર્તાઓએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ભલામણ કરતો મેસેજ લખ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક પૉસ્ટરમાં પ્રિયંકા ગાંધીને ઝાંસીની રાણીના રૂપમાં બતાવવામાં આવી છે. પૉસ્ટરમાં કાર્યકર્તાઓ દ્વારા લખવામાં આવ્યુ છે કે, 'ગોરખપુર કી યહી પુકાર, પ્રિયંકા ગાંધી ઇસ બાર'.
કોંગ્રેસ કાર્યકર્તાઓએ વારાણસી બાદ હવે ગોરખપુર બેઠક પરથી પ્રિયંકા ગાંધીને ઉમેદવાર બનાવવાની માંગ કરી છે, આને લઇને કાર્યકર્તાઓએ બે પૉસ્ટર ગોરખપુરમાં લગાવ્યા છે. ગોરખપુર યુપીની મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો ગઢ છે.
નવી દિલ્હીઃ સત્તાવાર રીતે કોંગ્રેસ પાર્ટીનો ભાગ બની ચૂકેલી પ્રિયંકા ગાંધીના મત વિસ્તારને લઇને હવે ચર્ચા તેજ થઇ ગઇ છે. પૂર્વીય ઉત્તરપ્રદેશની પ્રભારી બનાવવામાં આવેલી પ્રિયંકા ગાધીને લઇને કાર્યકર્તાઓમાં એક નવો જોશ આવી ગયો છે. કાર્યકર્તાઓએ હવે તેને ઝાંસીની રાણીના અવતારમાં ચિતરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -