કાળાનાણાં વિરૂદ્ધ સરકારે લીધો કડક નિર્ણય, બેંક ખાતા માટે બનાવ્યો આ ખાસ નિયમ, જાણો
ઇનકમ ટેક્સ કાયદાના નિયમ 144બી અંતર્ગત ટ્રાન્ઝેક્શન માટે રેકોર્ડને મેન્ટેન કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. નિયમ 114બી અંતર્ગત જુદા જુદા ટ્રાન્ઝેક્શનમાં પાનનો ઉલ્લેખ કરવો ફરજિયાત છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, ખાતુ ખોલાવતા સમયે જે લોકોએ પાન અથવા ફોર્મ 60 જમા કરાવ્યું નથી, તેણે 28 ફેબ્રુઆરી સુધી જમા કરાવવું ફરજિયાત છે. ફોર્મ 60 એક સોગંદનામું હોય છે, જે એવી વ્યક્તિ ભરે છે જેની પાસે પાન કાર્ડ નથી.
નોટબંધી બાદ ઇનકમ ટેક્સ વિભાગે બેંક અને પોસ્ટ ઓફિસમાંથી 10 નવેમ્બરથી 30 નવેમ્બર દરમિયાન બચત ખાતામાં 2.5 લાખ રૂપિયાથી વધારે અને ચાલુ ખાતામાં 12.50 લાખ રૂપિયાથી વધારે જમાની જાણકારી માગી હતી. ઉપરાંત એક દિવસમાં 50 હજાર રૂપિયાથી વધારે જમા રકમની જાણકારી ટેક્સ ડિપાર્ટમેન્ટે માગી છે.
એવો અંદાજ છે કે નોટબંધી બાદ બેંકોમાં 15 લાખ કરોડ રૂપિયાની જૂની નોટ જમા થઈ ગઈ છે, એવામાં ટેક્સ ડિપાર્ટમેન્ટે બેંક જમા ટ્રેન્ડનું વિશ્લેષણ કરવા માટે આ જાણકારી માગી છે.
નવી દિલ્હીઃ નોટબંધી પહેલા એક મહિનામાં બેન્કિંગ ટ્રાન્ઝેક્શનનું વિશ્લેષણ કરવા માટે I-T ડિપાર્ટમેન્ટે બેંકોને પાસે 1 એપ્રિલથી 8 નવેમ્બર 2016ની વચ્ચે બચત ખાતામાં જમા થયેલ રકમની જાણકારી આપવા માટે કહ્યું છે. ઉપરાંત બેંકોને એવા ખાતાધારકો પાસે પાન નંબર અથવા ફોર્મ 60 પણ લેવાનું કહેવામાં આવ્યું છે, જેમણે ખાતા ખોલાવતા સમયે તે જમા કરાવ્યા ન હોય. આવા ખાતાધારકોને 28 ફેબ્રુઆરી 2017 સુધી પાન નંબર અથા ફોર્મ-60 બેંકોને આપવું પડશે, નહીં તો તેમનું બેંક ખાતું સીઝ કરવામાં આવશે.
નવા નોટિફિકેશન અનુસાર, તમામ બેંક, કો-ઓપરેટિવ બેંક અને પોસ્ટ ઓફિસને એક એપ્રિલથી 8 નવેમ્બર 2016 દરમિયાન તમામ રોકડ જમાની જાણકારી આપવી પડશે. સરકારે 8 નવેમ્બરના રોજ 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરી હતી. ઉપરાંત બેંક અધિકારીઓને ખાતાધારકો પાસેથી પાન નંબર અથવા ફોર્મ-60 મેળવવા માટે પણ કહેવામાં આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -