મોબાઈલ નંબરને 6 ફેબ્રુઆરી સુધી આધાર સાથે લિંક કરાવવું જરૂરીઃ સરકાર
આ પહેલા સુપ્રીમ કોર્ટે મોબાઈલ નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરવા વિરૂદ્ધ દાખલ અરજી પર સરકાર અને મોબાઈલ કંપનીઓને નોટીસ ફટકારી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ જો તમે તમારો મોબાઈલ નંબર કોઈપણ અડચણ વગર ઉપયોગ કરવા માગો છો તો ઝડપથી તેને આધાર સાથે લિંક કરાવી દો નહીંતર તમારી મોબાઈલ સેવા બંધ થઈ શકે છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું આપ્યું છે કે, મોબાઈલધારકોએ 6 ફેબ્રુઆરી સુધી આદાર કાર્ડને મોબાઈલ નંબર સાથે લિંક કરાવવું જરૂરી છે.
સરકારે કોર્ટમાં કહ્યું કે, તમામ મોબાઈલ ફોન નંબરને ઈ-કેવાઈસી વેરિફિકેશન અંતર્ગત આધાર સાથે લિંક કરાવવું જરૂરી છે. તેની સાથે જ નવા બેંક ખાતા ખોલવા માટે પણ આધાર કાર્ડ ફરજિયાત છે. 6 ફેબ્રુઆરી સુધીમાં તમામ મોબાઈલધારકોએ આધાર સાથે લિંક કરાવવું જરૂરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -