૩૦,૦૦૦થી વધુના રોકડ ટ્રાન્ઝેક્શન પર પેન કાર્ડ જરૂરી બનશે
સરકાર ઇચ્છે છે કે, બેંકોમાં અને એટીએમમાં રોકડ ઉપાડની લીમીટ હળવી થાય અને અર્થતંત્ર નોટબંધી પહેલાની સ્થિતિમાં આવી જાય. દરમિયાન આવકવેરા વિભાગે સ્પષ્ટ કર્યુ છે કે, નોટબંધી બાદ આવેલી ઇન્કમ ડિસ્કલોઝર સ્કીમમાં માત્ર એ જ રોડક અને બેંક ડિપોઝીટની માહિતી આપી શકાશે કે જેના પર અગાઉ ટેકસ ચુકવ્યો ન હોય.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોટબંધી બાદ સરકાર ફરીથી કાળા નાણાની સમાંતર અર્થવ્યવસ્થાને ઉભી થવા દેવા માંગતી નથી અને તે માટે જયાં એક તરફ ડિજીટલ લેવડ દેવડને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે તો બીજી તરફ રોકડ આધારીત લેવડ દેવડને પાનકાર્ડના નિયમને કડકાઇથી લાગુ કરવા ઉપર ભાર મુકવામાં આવી રહ્યો છે. ૧લી ફેબ્રુઆરીના રોજ રજુ થનારા બજેટમાં આ અંગે પગલા લેવા જણાવવામાં આવશે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે ૩૦,૦૦૦ રૂ. અને તેથી ઉપરની રોકડ લેવડ દેવડ માટે પાનકાર્ડ અનિવાર્ય કરી દેવામાં આવશે. હાલ પ૦,૦૦૦ રૂ. અને તેથી ઉપરની રોકડ લેવડ દેવડ માટે પાનકાર્ડ જરૂરી હોય છે એટલુ જ નહી સરકાર એક નિશ્ચિત લીમીટની રોકડ થકી લેવડ દેવડ પર કેશ હેન્ડલીંગ ચાર્જ પણ લગાડી શકે છે કે જેથી લોકો વચ્ચે રોકડને ઘરમાં રાખવાની પ્રવૃતિને બદલાવી શકાય. જો કે આ લીમીટ કેટલી રહેશે તે અંગે હજુ કોઇ માહિતી મળી નથી.
નવી દિલ્હીઃ નોટબંધી તથા રોકડ ઉપાડ પરના નિયંત્રણ બાદ દેશમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં થયેલાં નોંધપાત્ર વધારાની ગતિ ધીમી નહીં પડવા દેવા માગતી સરકાર આગામી બજેટમાં રોકડ વ્યવહારોને હતોત્સાહ કરવા આકરા પગલાં લે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર આગામી બજેટમાં રોકડ વ્યવહારોને ઘટાડવા અનેક જોગવાઈઓની જાહેરાત કરાશે. જે મુજબ સરકાર રોકડ વ્યવહારો માટે પાન નંબર દર્શાવવાની લીમીટ પ૦,૦૦૦ રૂપિયાથી ઘટાડીને રૂ.૩૦,૦૦૦ કરી શકે છે.
કરવેરા વિભાગે બેન્કો પાસેથી જે ખાતામાં વર્ષ દરમિયાન રૂપિયા 10 લાખથી વધુ રકમ જમાં થઈ હોય તથા ક્રેડિટ કાર્ડના બિલ્સની રૂપિયા 1 લાખ કે તેથી વધુની ચૂકવણી કરાઈ હોય તેવા તમામ ખાતાંની વિગતો માગી છે. 17 જાન્યુઆરીના રોજ જારી કરાયેલા નોટિફિકેશનમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)એ તમામ રોકડ વ્યવહારોની યાદી આપી છે જેની વિગતો બેન્કોએ કરવેરા વિભાગને આપવાની રહેશે. આ માટે એક ઈ-પ્લેટફોર્મની પણ રચના કરવામાં આવી છે. આ ઉપરાંત તેણે નવેમ્બર, 2016માં બેન્કોને આપેલી સૂચનાનો પુનરોચ્ચાર કરતાં જણાવ્યું છે કે બેન્કોએ 9 નવેમ્બરથી 30 ડિસેમ્બર સુધીમાં કોઈ વ્યક્તિ દ્વારા એક કે તેથી વધુ ખાતામાં રૂપિયા 2.5 લાખ કે તેથી વધુની રોકડ રકમ જમાં કરાવી હોય તેની વિગતો પણ આપવાની રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -