આનંદીબેન પટેલે છોકરીઓને આપી સાસુ સાથે લડાઈ રોકવાની ટીપ્સ! જાણો વિગત
અત્રે જણાવવાનું કે રાજ્યપાલ આનંદીબેન જિલ્લા હોસ્પિટલમાં વન સ્ટોપ સેન્ટરનું લોકાર્પણ કરવા માટે પહોંચ્યા હતાં. પ્રોટોકોલ તોડીને રાજ્યપાલ બાળકોના વોર્ડમાં પહોંચ્યા હતાં. ત્યાં કોઈ જવાબદાર નહીં મળતા નારાજ પણ થયાં હતાં. વિદ્યાર્થીનીઓ સાથે વાત કરતા હતાં ત્યારે રાજ્યપાલે બાલિકાઓને વડાપ્રધાન, મુખ્યમંત્રી, રાષ્ટ્રપતિ, અને રાજ્યપાલના નામ પૂછ્યા અને વિદ્યાર્થીનીઓ સાથે હસી મજાક પણ કરી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછાત્રાવાસની છોકરીઓને રાજ્યપાલ આનંદીબેન પટેલે કહ્યું હતું કે, ભણવા વાંચવાની સાથે સાથે ભોજન બનાવતા પણ આવડવું જોઈએ. દાળ બનાવવી, શાકભાજી કાપવા, લોટ બાંધવો, નહીં આવડે તો સાસરીમાં ઝઘડા થશે. આ સમસ્યાથી બચવા માટે છાત્રાઓએ સમૂહ બનાવીને હોસ્ટેલમાં ભોજન બનાવવું જોઈએ.
‘બેટી પઢાવો, બેટી બચાવો’ના નારા લગાવતી ભાજપ સરકારના આ નેતાનું નિવેદનના કારણે ચર્ચાનો વિષય બન્યો હતો. ગર્લ્સ હોસ્ટેલમાં આનંદીબેને જણાવ્યું હતું કે, પુત્રીઓએ લખવા વાંચવાની સાથે રસોઈના કામમાં પણ રસ હોવો જોઈએ, નહીં તો છોકરીઓ જ્યારે સાસરે જશે તો દાળ નહીં બનાવી શકે તો સાસુ સાથે લડાઈ થશે. એટલું જ નહીં આનંદીબેને છોકરીઓને શિખામણ આપતા કહ્યું હતું કે, વિદ્યાર્થીનીઓએ વાળ નાના ન કરાવવા જોઈએ કારણ કે વાળ મહિલાઓની શાન હોય છે.
મધ્ય પ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલ પણ એક વિવાદાસ્પદ નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા છે. મધ્ય પ્રદેશના રાજગઢના કસ્તુરબા ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓ સાથે વાત કરતા આનંદીબેને જણાવ્યું હતું કે, યુવતીઓએ ભોજન બનાવતા શીખવું જોઈએ, નહીં તો સાસરે જઈને સૌથી પહેલી લડાઈ સાસુ સાથે થાય છે.
નવી દિલ્હી: સાસરાના નામ પર યુવતીઓને અનેક શિખામણો આપવામાં આવતી હોય છે અને તેનાથી વધુ ડર તો સાસુના નામે ફેલાવવામાં આવે છે. દાદી-નાની, માતા, કાકી, ફોઈથી માંડીને આજુબાજુની મહિલાઓ સુદ્ધા પોતાના કિસ્સા સંભળાવીને યુવતીને સાસરે જવા માટે તૈયાર કરે છે. હવે આ લિસ્ટમાં નેતાઓના નામ પણ જોડાવવા લાગ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -