કેન્દ્રનો નવો ફતવોઃ હવે દરેક બેંક ખાતેદારે 28 ફેબ્રુઆરી સુધી આપવી પડશે આ વિગત, પછી આવશે તવાઈ
જે ખાતેદાર પાસે PAN કાર્ડ ન હોય તેની પાસેથી ફોર્મ -60 મેળવી લેવા માટે સૂચના કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે. કેન્દ્ર સરકારના પરિપત્ર અનુસાર આ તમામ વિગતો 28 ફેબ્રુઆરી પહેલાં એકત્રિત કરવાની રહેશે. જનધન યોજના અંતર્ગત ખાતું ખોલાવનારને આ આદેશમાંથી મુકિત આપવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆવકવેરા વિભાગને ઘણી બેંકોમાં એક જ ખાતામાં કરોડો રૂપિયા જમા કરાવવામાં આવ્યા હોવાની અને તેનાં વારંવાર ટ્રાન્જેક્શન થયા હોવાની વિગતો મળી છે. તેને આધારે ભ્રષ્ટાચારીઓ અને કાળા નાણાવાળાં પર રેડ કરી બેહિસાબી સંપત્તિનો પર્દાફાશ કરાયો છે. હજુ આવી તપાસ ચાલી રહી છે તે જોતાં આ પ્રક્રિયા આગળ વધશે.
બેંકો પાસેથી 28 ફેબ્રુઆરી સુધીમાં આ તમામ વિગતો મળી ગયા બાદ આવકવેરા વિભાગ શંકાસ્પદ એકાઉન્ટસની તપાસ કરશે. આ ઉપરાંત આવકવેરા વિભાગ દ્વારા દેશભરની બેંકોમાં ખાતેદારો દ્વારા કેટલા રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે તેની વિગતો એકઠી કરાઈ રહી છે.
આનકવેરા વિભાગ બેંકોના માધ્યમથી માહિતી મેળવી પોતાના ખાતામાં મોટી રકમ જમા કરાવનાર પર તવાઇ લાવશે એ નક્કી છે. આવકવેરા વિભાગ બેંકો પાસેથી આ વિગતો મેળવી લે એ પછી તેને તમામ બેંકો સાથે લિન્ક કરવા માટે નિયમોમાં સુધારો પણ કરવામાં આવ્યો છે.
બેંકો એવો દાવો કરી રહી છે કે નો યોર કસ્ટમર( કેવાયસી)ના નિયમોનું પાલન થાય તે હેતુસર આ વિગતો મંગાવાઈ છે. જો કે બેંકો પાસેથી મળનારી ખાતેદારોનાં PAN કાર્ડની વિગતો તથા અન્ય વિગતો આવકવેરા વિભાગને આપવાની હોવાથી નોટબંધી બાદ થયેલાં ટ્રાન્જેક્શન અંગે તવાઈ આવશે તે નક્કી છે.
આ ઉપરાંત ઝીરો બેલેન્સ એકાઉન્ટને પણ મુક્તિ અપાઈ છે. સરકાર આ તમામ વિગતોને આધારે એક સાથે ઘણી બેંકોમાં એકાઉન્ટ ધરાવતા લોકો વિશે માહિતી મેળવશે. નોટબંધી બાદ તેમના જુદા જુદા એકાઉન્ટમાં કેવા વ્યવહારો થયા છે તેની વિગતો મેળવી પછી તેમના પર ગાળિયો કસવામાં આવશે.
અમદાવાદઃ નોટબંધીના કારણે ઉભી થયેલી પરિસ્થિતી હજુ થાશે નથી પડી ત્યાં કેન્દ્ર સરકારે એક નવો ફતવો બહાર પાડતાં લોકોની મુશ્કેલી વધી શકે છે. કેન્દ્ર સરકારે તમામ બેંકોને ફરમાન કર્યું છે કે તેમણે પોતાના ખાતેદારોના પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN )ની વિગતો મેળવી લેવા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -