નાના વેપારી-જ્વેલર્સને GSTમાં સરકારે આપી મોટી રાહત, જાણો
જેટલીએ કહ્યું કે ખાખરા અને આયુર્વેદિક દવાઓ પર જીએસટી દર 12 થી 5 ટકા, સ્ટેશનરીના સામાન પર 28 થી 18 ટકા કરવામાં આવ્યો છે. આઈસીડીએસ કિડ્સ ફૂડ પેકેટ પર જીએસટી 18 થી 5 ટકા કરવામાં આવી છે. જ્યારે અનબ્રાન્ડેડ નમકીન અને આયુર્વેદિક દવાઓ પર 5 ટકા જીએસટી લાગુ રહેશે. ડીઝલ એન્જીનના પાર્ટસ પર 18 ટકા સાથે કારપેટ પર 12 થી 5 ટકા જીએસટી દર લાગુ કરવામાં આવ્યો છે. સૌથી મોટી રાહત વાત એ છે કે હવે એકજ ફોર્મમાં જીએસટી ફાઈનલ કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્વેલરીને જીએસટી નોટિફિકેશનના દાયરામાંથી બહાર કરી દેવાયા છે. હવે તેના માટે નવું નોટિફિકેશન લાવવામાં આવશે. આ સિવાય 50000 રૂપિયા સુધીની જેમ્સ એન્ડ જ્વેલરીની ખરીદ પર પાનકાર્ડ કે આધારકાર્ડની જરૂર નહીં પડે. સરકારે જેમ્સ એન્ડ જ્વેલરી પરથી જીએસટી હટાવી દીધો છે. જીએસટી કાઉન્સિલના નિર્ણય મુજબ હવે 2 લાખ રૂપિયા સુધીની ખરીદી પર પાન નંબર આપવો પડશે.
જીએસટીમાં અનરજીસ્ટર્ડ ડીલર પાસેથી સામાન ખરીદવા પર વેપારી ટેક્સ આપવો પડતો હતો જેને રિવર્સ ચાર્જ મેકેનિઝમ કહેવાય છે. રિવર્સ ચાર્જ મેકેનિઝમ પણ 31 માર્ચ 2018 સુધી સ્થગિત કરવામાં આવ્યો છે. આ પહેલા રજિસ્ટર્ડ કરદાતાઓને અનરજિસ્ટર્ડ વેપારી પાસેથી માલ ખરીદવાથી ટેક્સ આપવો પડતો હતો. હવે 31 માર્ચ સુધી તેમાં રાહત આપવામાં આવી છે.
નવી દિલ્લી: જીએસટી પરિષદની બેઠક બાદ નાના વેપારીઓ અને જ્વેલર્સને રાહત આપી છે. નાના વેપારીઓને મોટી રાહત આપવામાં આવી છે. 1.5 કરોડ સુધીના ટર્નઓવર ધરાવતા વેપારીઓને હવે દર મહીને રિટર્ન ભરવું ફરજિયાત ભરવામાંથી રાહત આપી છે. હવે આ વેપારીઓ દર ત્રણ મહીને આ રિટર્ન ફાઈલ કરવાનું રહેશે.
જ્યારે 75 લાખ વાર્ષિક ટર્નઓવર ધરાવતા વેપારીઓને હાલમાં કંપોઝીશન સ્કીમ પ્રમાણે 1 ટકા ટેક્સ આપી રિટર્ન દાખલ કરવા પર છૂટ મળે છે. જે મર્યાદા એક કરોડ સુધી વધારવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -