મોદી સરકારે કઈ ચીજો કરી સસ્તી? આ ચીજોના ભાવમાં થશે કેટલો ઘટાડો? જાણો મહત્વની વિગત
ઓઈલ કંપનીઓને વેચાતાં ઈથેનોલ, ઈ-બુક અને આયાતી યુરિયા પર હવે 18 ટકા નહીં પરંતુ 5 ટકા જીએસટી ટેક્સ લાગશે. જ્યારે વાંસના ફ્લોરિંગ પર 12 ટકા ટેક્સ લાગશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હી: જીએસટી કાઉન્સિલની શનિવારે યોજાયેલી 28મી બેઠકમાં કેટલીક મહત્વની વસ્તુઓ પર જીએસટી દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેમાં ઘણી વસ્તુઓ પર જીએસટી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે જ્યારે અન્ય વસ્તુઓને 28 ટકાના સ્લેબમાંથી ખસેડીને 18 ટકાના સ્લેબમાં લેવામાં આવી છે.
આ ઉપરાંત હેન્ડલૂમની દરી, ફર્ટિલાઈઝર ગ્રેડનો ફોસ્ફોરિક એસિડ અને 1000 રૂપિયાથી ઓછી કિંમતના જૂતાને 12 ટકાના સ્લેબમાંથી 5 ટકાના સ્લેબમાં ખસેડવામાં આવ્યા છે.
લિથિયમ આયોન બેટરી, વેક્યૂમ ક્લીનર, ફૂટગ્રાઉન્ડર અને મિક્સર, શેવર અને હેરક્લીપર, ઈલેક્ટ્રિક સ્મૂધિંગ આયર્ન, વોટરકુલર, આઈસક્રીમનાં ફ્રીઝર, રેફ્રિજરેટર, વોશિંગમશીનને 28 ટકાનાં સ્લેબમાંથી ખસેડીને 18 ટકાના સ્લેબમાં મુકવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -