ગુજરાતની શરમકથાઃ UP-બિહાર-પંજાબ સુધર્યાં ને ગુજરાતમાં દીકરીઓનું પ્રમાણ ઘટ્યું, જાણો શું છે ગુજરાતનો સેક્સ રેશિયો ?
નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં ભ્રૂણનું લિંગ પરિક્ષણ કરાવીને થનારા ગર્ભપાતના મામલે તપાસ કરી તેને અટકાવવા પર ભાર મુક્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત બાદ બીજા સ્થાને હરિણાયા છે. જ્યાં 35 પોઈન્ટ્સનો ઘટાડો થયો છે. ત્યાર બાદ રાજસ્થાન(32 પોઈન્ટ્સ), ઉત્તરાખંડ(27 પોઈનટ્સ), મહારાષ્ટ્ર (18 પોઈન્ટ્સ), હિમાચલ પ્રદેશ(14 પોઈન્ટ્સ), છત્તીસગઢ(12 પોઈન્ટ્સ) અને કર્ણાટકમાં (11 પોઈંટ્સ)નો ઘટાડો થયો છે.
ગુજરાતમાં દિકરીઓનો જન્મ દર વર્ષ 2010-12માં દર 1000 પુરુષે 909 હતો અને 2011-13માં 911, 2012-14માં 907, 2013-15 854 અને 2014-16માં 848નો છે.
2007થી 2014 દરમિયાન ગુજરાતમાં કન્યાનો જન્મ દર વધતો જોવા મળ્યો હતો પરંતુ ફરી પાછો તેમાં ઘટાડો જોવા મળ્યો છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પ્રી કંસેપ્શન એન્ડ પ્રી નેટલ ડાયગ્નોસ્ટિક ટેક્નિક્સ અધિનિયમ, 1994ને લાગુ કરવા અને છોકરીઓના મહત્વ વિષે પ્રચાર કરવા માટે જરૂરી પગલા લેવાની જરૂર છે.
જન્મસમયે લિંગના પ્રમાણમાં પંજાબમાં સુધારો આવ્યો છે. જ્યાં 19 પોઈન્ટ્સનો વધારો થયો છે. પંજાબમાં દર 1000 છોકરાઓએ છોકરીઓનું પ્રમાણ 870 હતું જે સુધારીને 889 થયું છે. ઉત્તરપ્રદેશ 10 અને બિહારમાં 9 પોઇંટ્સનો સુધારો થયો છે. ગુજરાતમાં દિકરીઓનો જન્મ દર વર્ષ 2010-12માં દર 1000 પુરુષે 909 હતો અને 2011-13માં 911, 2012-14માં 907, 2013-15 854 અને 2014-16માં 848નો છે.
નવી દિલ્લી: દેશના 21 મોટાં રાજ્યોમાંથી 17 રાજ્યોમાં જન્મમેલા બાળકોના સેક્સ રેશિયોમાં મોટો ઘટાડો થયો છે. નીતિ આયોગના રિપોર્ટ અનુસાર ગુજરાતમાં 53 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે.
રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં 2012-14માં દર 1000 પુરુષોએ 907 મહિલાઓ હતી જેનો ગુણોત્તર ઘટીને 2013-15માં 854 થઈ ગયો છે. છોકરીઓના જન્મનું પ્રમાણ 53 પોઈન્ટ્સ જેટલું ઘટ્યું છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દર વર્ષે કરોડો રૂપિયા બેટી બચાવો અભિયાન પાછળ ખર્ચે છે. બેટી બચાવોના નામે સરકાર દીકરીઓની ભ્રૂણહત્યા અટકાવવાના અનેક પ્રયત્નો કરી રહી છે ત્યારે ગુજરાતમાં દીકરીઓના જન્મ દરના ઘટાડાના આ આંકડાઓ ચોંકાવનારા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -