ગુરુગ્રામઃ જજની પત્નીનું મોત, ધર્મ પરિવર્તનને લઈ જજની પત્ની કરતી હતી પરેશાન
જજની પત્ની રેણૂની છાતીમાં અને પુત્ર ધ્રુવના માથામાં ગોળી મારવામાં આવી. તેઓ ખરીદી માટે માર્કેટ ગયા હતા. મા-પુત્ર જેવા કારમાંથી ઉતર્યાં કે મહિપાલે તેના પર ગોળીઓ ચલાવી દીધી. ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ગોળી માર્યાં બાદ બૂમો પાડતાં મહિપાલ જજના પુત્રને કારમાં નાંખવાનો પ્રયાસ કરી રહ્યો હતો. સફળ ન હોવાને કારણે મા-પુત્રને ઘાયલ છોડીને ફરાર થઈ ગયો. વીડિયો બનાવી રહેલાં લોકોને તેણે કહ્યું હતું કે આ શૈતાન અને શૈતાનની મા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઘટના સમયે તેને જજને ત્રણ કોલ કરીને કહ્યું- મેં તારી પત્ની-પુત્રને ગોળી મારી છે. મારી મા અને લોકોને આ અંગે જણાવી દેજે. ઘટના શનિવારે આર્કેડિયા માર્કેટમાં બની હતી. ત્યારે ત્યાં ઘણી જ અવરજવર હતી, પરંતુ કોઈ તેમને બચાવી ન શક્યા.
પોલીસના જણાવ્યા મુજબ આરોપી ગનર મહિપાલ યાદવ (32) રજા નહીં મળવાથી તણાવમાં હતો. લગભગ 8 મહિના પહેલાં તેને ખ્રિસ્તી ધર્મ અંગિકાર કરી લીધો હતો. જેને લઈ જજની પત્ની તેને પરેશાન કરતી હતી. મહિપાલ લગભગ બે વર્ષથી જજના ગનર તરીકે તૈનાત હતો.
ગુરુગ્રામઃ અત્રેના સેક્ટર 49માં સુરક્ષાકર્મીએ શનિવારે એડિશનલ જજ કૃષ્ણકાંત શર્માની પત્ની અને પુત્રને ગોળી મારી દીધી હતી. સારવાર દરમિયાન જજની પત્નીનું મોત થયું હતું, જયારે પુત્ર જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. ગોળી માર્યા બાદ તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો પરંતુ થોડા જ કલાકોમાં તેને પકડી લેવામાં આવ્યો હતો.
ગુરુગ્રામ ઈસ્ટના ડીસીપી સુલોચના ગજરાજના કહેવા મુજબ, “અમે આરોપીને રિમાન્ડ પર લીધો છે અને તેની પૂછપરછ ચાલુ છે. એડિશનલ જજના પત્ની અને પુત્રને તેણે ગઈકાલે કેમ ગોળી મારી હતી તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી. તપાસ પ્રક્રિયા ચાલુ છે.”
- - - - - - - - - Advertisement - - - - - - - - -