શો કરીને પરત ફરતો હતો આ સિંગર, ગમખ્વાર અકસ્માતમાં થયું મોત, જાણો વિગત
આ દુર્ઘટનામાં પપ્પુ કાર્કી ઉપરાંત ગોનિયોરો ગામના રહેવાસી ગોનિયા (26) અને પુષ્કર (25)નું મોત થયું હતું. દુર્ઘટના બાદ સ્થાનિક લોકોએ 108 નંબર પર ફોન કરી માહિતી આપી હતી, પરંતુ એમ્બ્યુલન્સ આશરે એક કલાક બાદ આવી હતી. જે બાદ ઘાયલોને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક્ટ્રેસ હિમાની શિવપુરી સાથે પપ્પુ કાર્કી
નૈનીતાલઃ નૈનીતાલમાં શનિવારે થયેલા ગમખ્વાર અકસ્માતમાં લોકગાયક પપ્પુ કાર્કી સહિત ત્રણ લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં બે લોકો ઘાયલ થયા છે, જેમની સારવાર ચાલી રહી છે. આ તમામ લોકો ગૈનિયરોથી હલ્દવાની આવી રહ્યા હતા ત્યારે હૈડાખાન રોડ પર મુડકુડિયા પાસે તેમની કાર દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી.
સવારે 3 વાગ્યા સુધી યુવાઓનો કાર્યક્રમ ચાલ્યો હતો. જે બાદ પપ્પુ કાર્કી તેના સાથીઓ સાથે હલ્દવાની આવવા માટે રવાના થયો હતો. આશરે સાડા સાત વાગે હૈડાખાન પાસે ચાલકે કાર પરનો કાબુ ગુમાવ્યો. જેના કારણે કાર ટેકરી ઉપરના રોડ પરથી નીચેના રોડ પર પડી હતી.
આ દુર્ઘટનામાં પપ્પુ કાર્કી ઉપરાંત ગોનિયોરો ગામના રહેવાસી ગોનિયા (26) અને પુષ્કર (25)નું મોત થયું હતું. દુર્ઘટના બાદ સ્થાનિક લોકોએ 108 નંબર પર ફોન કરી માહિતી આપી હતી, પરંતુ એમ્બ્યુલન્સ આશરે એક કલાક બાદ આવી હતી. જે બાદ ઘાયલોને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -