કુલભૂષણનો કેસ લડવાના હરીશ સાલ્વેએ લીધા આટલા રૂપિયા, સલમાન-અંબાણી માટે લડી ચૂક્યા છે કેસ
નવી દિલ્લી: ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ માં કુલભૂષણ જાધવને પાકિસ્તાનમાં ફટકારવામાં આવેલી ફાંસીની સજા વિરુદ્ધ ભારત તરફથી દલીલો રજૂ કરી રહેલા જાણીતા વકીલ હરીશ સાલ્વે અંગે વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ટ્વિટર પર એક ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું છે કે આ કેસ માટે હરિશ સાલ્વે એ માત્ર 1 રૂપિયાની ટોકન ફી પર કામ કરી રહ્યા છે. સિનિયર વકીલ હરીશ સાલ્વેએ સોમવારે ICJમાં ભારત તરફથી કુલભૂષણ જાધવના બચાવામાં જોરદાર દલીલો રજૂ કરી હતી. પાકિસ્તાનની મિલિટ્રી કોર્ટે જાધવને ફાંસીની સજા ફટકાર્યા બાદ માત્ર ટોકન ફી લઈને હરીશ સાલ્વેએ જાધવને બચાવવાનું બીડું ઝડપ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિદેશ મંત્રી સુષમા સ્વરાજે એક ટ્વિટર યૂઝર દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલના જવાબમાં સાલ્વેની ફીને લઈને આ ખુલાસો કર્યો. યૂઝરે પોતાના ટ્વિટમાં કહ્યું હતું કે કોઈ બીજા વકીલે પણ આ પ્રકારે પક્ષ રજૂ કર્યો હોત અને તે પણ હરીશ સાલ્વે કરતા ઓછી ફી લઈને. વિદેશ મંત્રીએ આ ટ્વિટના જવાબમાં લખ્યું, આ ઠીક નથી. હરીશ સાલ્વેએ આ કેસ માટે માત્ર 1 રુપિયો ફી લીધી છે.
ઉલ્લેખનીય છે કે હરીશ સાલ્વે ભારતના જ નહીં પણ વિશ્વના સૌથી મોંઘા વકીલોમાં સ્થાન ધરાવે છે. તેઓ એક હાજરીના 60 લાખથી 1 કરોડની ફી લે છે. રતન ટાટાથી લઈને મુકેશ અંબાણી સુધી ઉદ્યોગપતિઓ માટે તેઓ સુપ્રીમમાં કેસ લડી ચૂક્યા છે. તેઓ 1992 થી 2002 સુધી ભારતના સોલિસિટર જનરલ રહ્યાં હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -