આ તાંત્રિકે 120 મહિલાઓ પર કર્યો બળાત્કાર, વાયરલ વીડિયોને કારણે થયો ખુલાસો
આરોપી બિલ્લુને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. અમરપુરીનું વાસ્તવિક નામ અમરવીર છે. તે 20 વર્ષ અગાઉ પંજાબના માનસાથી ટોહાના આવ્યો હતો. શરૂઆતમાં તે જલેબીની દુકાન ચલાવતો હતો. પત્નીના મોત બાદ તે તાંત્રિક બન્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ હરિયાણાના ફતેહાબાદ જિલ્લાના એક તાંત્રિક અમરપુરી ઉર્ફ બિલ્લુની ધરપકડ કરવામાં આવી છે. તાંત્રિક અમરપુરી ઉર્ફ બિલ્લુ પર 120 મહિલાઓ સાથે બળજબરીપૂર્વક સંબંધ બનાવવાનો આરોપ છે. આરોપ છે કે અમરપુરી પ્રેતબાધાના નામ પર મહિલાઓને ફસાવતો હતો અને તંત્ર વિદ્યા દરમિયાન નશીલી દવાઓ આપતો હતો. બેભાન કર્યા બાદ પીડિતા પર બળાત્કાર ગુજારતો હતો અને તેનો વીડિયો પણ બનાવી લેતો હતો બાદમાં મહિલાઓને બ્લેકમેઇલ કરી તેનું શારિરીક અને આર્થિક શોષણ પણ કરતો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમરપુરીની પાસે 120 વીડિયો મળી આવ્યા છે જેમાં મહિલાઓ સાથે શારિરીક સંબંધ બનાવતો જોવા મળી રહ્યો છે. તાંત્રિકના રૂમમાંથી નશીલી દવાઓ અને તંત્ર-મંત્રનો સામાન પણ જપ્ત કરાયો છે. પોલીસના મતે બિલ્લુના રૂમમાં ત્રણ દરવાજા છે. તે ગુપ્ત રીતે મહિલાઓને પોતાના રૂમમાં લાવતો હતો. તેના રૂમમાં સીસીટીવી કેમેરા લગાવાયેલા છે. પોલીસે આ મામલે બે મહિલાઓ અને પુરુષની પૂછપરછ કરવામાં આવી છે.
તાંત્રિક અમરપુરીનો મહિલાઓ સાથે સેક્સ માણતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો હતો. બાદમાં અમરપુરીની ધરપકડ કરાઇ હતી અને તેના પર રેપ, આઇટી એક્ટ અને બ્લેકમેઇલિંગ સહિત અનેક કલમો હેઠળ કેસ દાખલ કરાયો હતો.
બિલ્લુ વિરુદ્ધ 9 મહિના અગાઉ એક મહિલાએ રેપનો કેસ નોંધાવ્યો હતો અને આ મામલે તેની ધરપકડ કરાઇ હતી. બાદમાં તેને જામીન મળી ગઇ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -