ક્રિકેટર મોહમ્મદ શમીની પત્નીએ દર મહિને કેટલા લાખનું માગ્યું ભરણપોષણ, જાણો વિગત
હસીને મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મેં બધી બાજુ ગુમાવ્યું જ છે. હું શમીને મળવા માટે દિલ્હી ગઈ હતી અને ત્યાં સાત દિવસ રોકાઈ હતી પરંતુ તેણે મારી સાથે જે વર્તન કર્યું તેને હું ક્યારેય નહીં ભૂલી શકું. તે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી માટે જ મેં આ ભરણપોષણ માગ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેની પત્ની અને દીકરીનું ભરણપોષણ કરવું તેની ફરજ છે માટે કોર્ટ સમક્ષ અમે હસીન માટે મહિને 7 લાખ જ્યારે તેની દીકરી માટે મહિને 3 લાખ રૂપિયાના ભરણપોષણની માગણી કરી છે.
હસીને આ મુદ્દો ઉઠાવ્યો ત્યારથી શમીએ તેને એક રૂપિયો પણ નથી આપ્યો. તેણે 1 લાખનો ચેક આપ્યો હતો તે પણ બાઉન્સ થયો છે. હાલ હસીન પાસે પોતાના ભરણપોષણ માટે પૈસા નથી. હસીનના વકીલે કોર્ટમાં એવી દલીલ પણ કરી છે કે શમી વર્ષે 100 કરોડ રૂપિયા કમાય છે માટે તેને મહિને 10 લાખ રૂપિયા ભરણપોષણ આપવામાં કોઈ સમસ્યા આવશે નહીં.
પોલીસે આ મામલે શમીના ગામમાં જઈ તેના પાડોશીઓની પૂછપરછ કરી હતી જોકે હજુ સુધી શમીની પૂછપરછ કરવામાં આવી નથી. હસીન જહાંના વકીલના જણાવ્યા પ્રમાણે પોલીસમાં જે ફરિયાદ કરાઈ તેના કરતા કોર્ટમાં કરાયેલી ફરિયાદ અલગ છે.
આ કેસની વધુ સુનાવણી આવતા મહિનાની ચોથી તારીખે હાથ ધરવામાં આવશે. મંગળવારે સવારે સાડા દસ વાગ્યે હસીને પોતે કોર્ટમાં આવીને પતિ શમી સામે ફરિયાદ નોંધાવી હતી. તેણે શમી ઉપરાંત તેની માતા અંજુમન આરા બેગમ, બહેન સબિના અંજુમ અને ભાઈ હસીબ અહેમદ તેમજ દેરાણી શમા પરવીન સામે દહેજ ઉપરાંત ત્રાસ આપવાની, બળાત્કારની, હત્યાની કોશીશની ફરિયાદ નોંધાવી છે.
ઘરેલુ હિંસા અધિનિયમ 2005 હેઠળ હસીને દાખલ કરેલા કેસમાં કોલકાતાની અલીપોર કોર્ટે ક્રિકેટર શમી અને તેના સિવાય જે લોકોનાં નામ આ ફરિયાદમાં છે તેમને સમન્સ મળ્યાંના 15 દિવસની અંદર કોર્ટમાં હાજર થઈ પોતાનું નિવેદન આપવા માટે આદેશ કરવામાં આવ્યો છે. હસીનના વકીલે જણાવ્યું હતું કે, તેમણે ઝડપથી સુનાવણી થાય તે માટે પ્રયાસો કરવામાં આવ્યા છે. કોર્ટે સામેવાળા પક્ષને નોટિસ પાઠવી હાજર રહેવા આદેશ પણ કર્યો છે.
કોલકાતા: ક્રિકેટર પતિ મોહમ્મદ શમી પર ફિક્સિંગથી માંડીને બીજી સ્ત્રીઓ સાથે સંબંધ હોવાના આરોપ મૂકી સમગ્ર દેશમાં ચર્ચાસ્પદ બનેલી હસીન જહાંએ મહિને 10 લાખ રૂપિયા ભરણપોષણ માગ્યું છે. હસીને આ અંગે કોર્ટમાં અરજી દાખલ કરી છે જેમાં તેણે પોતાના અને દીકરીના ભરણપોષણ માટે આ જંગી રકમની માંગણી કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -