કેમ હસીન જહાં પુત્રી સાથે પતિ મોહમ્મદ શમીને મળવાં પહોંચી? જાણો કારણ
પરંતુ મેચ ફ્કિસિંગના ગંભીર આરોપો પર બીસીસીઆઈ તરફથી મોહમ્મદ શમીને ક્લીનચીટ મળી ગઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appથોડા દિવસ પહેલાં જ હસીન જહાંએ શમી પર એક્સ્ટ્રા મેરીટિયલ અફેર સહિત રેપ જેવા ગંભીર આરોપો લગાવ્યા હતાં. જેમાંથી ઘણાં આરોપોમાં તો શમી અને તેના પરિવારજનોની વિરુદ્ધ એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે.
શમીની પત્નીએ કહ્યું હતું કે, હું પોતાના પતિનો સંપર્ક કરવાની કોશીશ કરી રહી છું. પરંતુ તેઓ મારા ફોનનો જવાબ આપી રહ્યાં નથી. એટલું જ નહીં તેમના પરિવારના સદસ્યો પણ મને કહેતા નથી કે હાલ તેઓ કઈ જગ્યા છે. હું તેમને બહુ જ મહેસૂસ કરી રહી છું.
હસીને જણાવ્યું હતું કે, હું શમીને જલ્દી સારું થવાની ભગવાનને પ્રાર્થના કરીશ. હું મારી પુત્રીની સાથે શમીને મળવા માટે બહુ ઉત્સાહી છું પરંતુ આ ક્રિકેટરને મળવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા. શમી હજુ પણ મારા ફોનનો જવાબ આપતો નથી.
હસીન જહાંએ કહ્યું હતું કે, મારી લડાઈ તેમણે જે મારી સાથે કર્યું છે તેની વિરુદ્ધ છે. પરંતુ હું શારીરિક રૂપથી તેમને ઈજા પહોંચે તે હું જોવા માંગતી નથી. તે ભલે મને પત્નીના રૂપમાં નથી ઈચ્છી રહ્યા પરંતુ હું હજુ પણ તેમને પ્રેમ કરું છું કારણ કે તે મારા પતિ છે.
હસીને જણાવ્યું હતું કે, તે છેલ્લા કેટલાંય દિવસોથી મારી પુત્રી પિતાને મળવાની જીદ કરે છે. થોડા દિવસ પહેલાં જ પોતાના પતિ પર આરોપો લગાવનાર હસીને કહ્યું હતું કે, હું હજુ પણ તેમને પ્રેમ કરું છું કારણ તે મારા પતિ છે.
અકસ્માતના સમાચાર મળતાં જ હસીન જહાં પોતાના પતિને મળવા માટે કલકત્તાથી દિલ્હી આવવા માટે રવાના થઈ હતી. તે 2 વાગે દિલ્હી એરપોર્ટ પહોંચી હતી. ત્યાર બાદ તે મુરાદાબાદ પહોંચી હતી. હસીન જહાં પોતાની પુત્રીની સાથે શમીને મળવા પહોંચી હતી.
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંએ પોતાના પતિને મળવાંની ઈચ્છા વ્યક્ત કરી હતી. થોડા દિવસ પહેલાં જ દેહરાદૂનથી દિલ્હી જઈ રહેલ શમીને રોડ અકસ્માતમાં ઈજા થઈ હતી. 24 માર્ચે શમીની કાર એક ટ્રક સાથે ટકરાઈ હતી અને માથાના ભાગે ઈજા પહોંચી હતી. અકસ્માતમાં શમીને 6 જેટલા ટાંકા પણ આવ્યા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -