એચડી કુમારસ્વામી બીજી વખત બન્યા કર્ણાટકના મુખ્યમંત્રી, મંચ પર વિપક્ષી નેતાઓનો જમાવડો
શપથગ્રહણ સમારોહમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, માયાવતી, અરવિંદ કેજરીવાલ, મમતા બેનર્જી, ચંદ્રબાબુ નાયડૂ, પિનરાઈ વિજયન, સીતારામ યેચુરી, અજિત સિંહ, શરદ યાદવ, તેજસ્વી યાદવ, ડી રાજા સહિત અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકુમારસ્વામીના શપથગ્રહણના મંચ પર વિપક્ષે ભાજપ વિરુદ્ધ એકતા દેખાડવાની કોશિશ કરી. જેમાં 11 વિપક્ષી પાર્ટીઓના પ્રમુખો એકમંચ પર નજર આવ્યા.
આ ઉપરાંત કોંગ્રેસ નેતા જી.પરમેશ્વરે પણ સરકારમાં ડેપ્યૂટી સીએમ પદના શપથ લીધા હતા.
બેગ્લુંરુઃ કર્ણાટકમાં જેડીએસ અને કૉંગ્રેસની સરકાર બની ગઇ છે. જેડીએસના નેતા અને પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પુત્ર એચડી કુમાસ્વામીએ આજે કર્ણાટકના 24માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ સાથે તેઓ બીજી વખત કર્ણાટકના મુખ્યમંત્રી બન્યા છે. રાજ્યપાલ વજુભાઇ વાળા કુમારસ્વામીને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.
કુમારસ્વામીની સરકારમાં 34 કેબિનેટ મંત્રીઓ હશેે. જેમાં 22 મંત્રી કોંગ્રેસના હશે, જ્યારે 12 મંત્રીઓ સહિત મુખ્યમંત્રી જેડીએસ તરફથી હશે. વળી, વિભાગોની વહેંચણી બહુમતી સાબિત કર્યા બાદ કરવામાં આવશે.
કોંગ્રેસ તરફથી કે.આર. રમેશને કર્ણાટક વિધાનસભાના સ્પીકર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યારે ડેપ્યૂટી સ્પીકર જેડીએસમાંથી હશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -