ઠંડીના કારણે દિલ્હીમાં 44 લોકોએ જીવ ગુમાવ્યા, કેજરીવાલે LG પર માછલા ધોયા
વળી, બીજીબાજુ આ વિશે શેલ્ટર ઇમ્પાવરમેન્ટ બોર્ડના સીઇઓ સુખબીર સિંહને પુછવામાં આવ્યું તો તેમનો જવાબ ચોંકવનારો હતો. તેઓ માનવા જ તૈયાર નથી કે દિલ્હીમાં ઠંડીના કારણે કોઇ ગરીબનું મૃત્યુ થયું છે, આ મુદ્દાને લઇને વિપક્ષ દિલ્હી સરકાર પર નિશાન સાધી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅરવિંદ કેજરીવાલનું ટ્વીટ- Media reporting 44 deaths of homeless due to cold. Am issuing show cause notice to CEO, DUSIB. Negligible deaths last year. This year, LG appointed a useless officer. LG refuses to consult us before appointing officers. How do we run govt like this?
ઠંડીના કારણે થયેલી મોત પર સીએમ કેજરીવાલ ટ્વીટ કરી લખ્યું, ‘’મીડિયા ઠંડીન કારણે 44થી વધુ બેઘરોના મોતનો રિપોર્ટ ચલાવી રહ્યું છે, હું શેલ્ટર ઇમ્પાવરમેનટ બોર્ડને કારણ બતાઓ નોટિસ આપી રહ્યો છું. આ વર્ષે એલજીએ બોગસ અધિકારીઓને નિયુક્ત કરી દીધા છે. અધિકારીઓની નિયુક્તિમાં એલજીએ અમારી સલાહ માનવાની ના પાડી દીધી, અમે આમ કઇ રીતે સરકાર ચલાવી શકીએ છીએ.?’’
રાજધાની દિલ્હીમાં પડી રહેલી ભારે ઠંડીમાં એક સંસ્થાએ દાવો કર્યો છે કે, અત્યાર સુધી 50 જેટલા બેઘર લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે, રેનબસેરાની કમીના કારણે આ મોત થયા છે. ગરીબોને ઠંડીથી બચાવવાના બદલે આ વખતે પણ કેજરીવાલ સરકાર ટોપી ટ્રાન્સફર કરવામાં લાગી છે. કેજરીવાલ સરકારે બધો દોષ દિલ્હીના લેફ્ટિનેન્ટ ગવર્નર અનિલ બૈજલ પર નાંખી દીધો છે.
નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં ઠંડીનું જોર યથાવત છે, દિલ્હીમાં 44 સહિત ઉત્તર ભારતમાં 50થી વધુ લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. ભાર હિમવર્ષા અને ઠંડી સાથે ધૂમ્મસના કારણે રાજધાની દિલ્હીનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ઠંડીના કારણે મૃત્યુ પામેલા 44 લોકો માટે કેજરીવાલ સરકારે ઉપરાજ્યપાલ અનિલ બૈજલને જવાબદાર ગણાવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -