વરસાદથી બેહાલ અડધો દેશ, ગુજરાતમાં અત્યાર સુધી 28 લોકોના મોત, યુપી-એમપીમાં એલર્ટ
ગુજરાતમાં ભારે વરસાદના કારણે અત્યાર સુધી 28 લોકોના મોત થઇ ચૂક્યા છે. હવામાન વિભાગે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ આપી દીધું છે. જોકે, દિલ્હી-એનસીઆરમાં ચોમાસુ નબળું રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવસારી જિલ્લામાં અંબિકા નદી ભયજનક સપાટીની ઉપર વહી રહી છે. નદીનું પાણી પુલની ઉપરથી વહી રહ્યું છે. તંત્રએ 32 ગામોમાં એલર્ટ જાહેર કરી દીધું છે.
મધ્યપ્રદેશમાં પણ વરસાદીથી ખરાબ હાલત કરી દીધી છે. સીહોરમાં કાલે ભારે વરસાદ પડ્યો જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. ઉપરાંત છીંદવાડામાં પડી રહેલા વરસાદથી નદીઓમાં પુર આવ્યું છે.
ગુજરાતમાં ભારે વરસાદ અને પુરની સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, સ્થિતિ નિયંત્રણમાં છે. સરકાર પુરેપુરી મદદ કરી રહી છે. પણ ગુજરાતમાં અત્યાર રાહત કામગીરી દેખાઇ નથી રહી, કેમકે આગામી 4-5 દિવસમાં ભારે વરસાદનું એલર્ટ છે. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી 20મી જુલાઇએ ગુજરાત પ્રવાસે આવવાના છે.
નવી દિલ્હીઃ અડધો દેશ ભારે વરસાદની કારાણે મુસીબતોનો સામનો કરી રહ્યો છે. સૌથી વધુ ખરાબ હાલત ગુજરાતના અને મધ્યપ્રદેશનની છે. ગુજરાતના ગીર સોમનાથ, અમરેલી, જુનાગઢ, ભાવનગર, વલસાડ, નવસારી અને સુરતમાં ભારે વરસાદ થયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -