કેરળમાં વરસાદ અને ભૂસ્ખલનથી 20 લોકોના મોત, અનેક ટ્રેનો પ્રભાવિત
સ્ટેટ ઈમરજેન્સી ઑપરેશન સેન્ટર પ્રમાણે ઈડુક્કીમાં સૌથી વધુ 11 સહિત 22 લોકોના વરસાદના કારણે મોત નીપજ્યા છે. અતિ વરસાદના કારણે ઈડુક્કી, કોલ્લમ અને કેટલાક અન્ય જિલ્લામાં શૈક્ષણિક સંસ્થાએ આજે રજા જાહેર કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવરસાદના કારણે અનેક ટ્રેનો પણ પ્રભાવિત થઈ છે. અનેક જગ્યાએ રેલવે ટ્રેક ક્ષતિગ્રસ્ત થતા કેટલાક રૂટ પર ટ્રેનો રદ્દ કરવામાં આવી. જ્યારે કોચીન એરપોર્ટને પરિયાર નદીમાં વધી રહેલા જળસ્તરને જોતા એરપોર્ટ વિસ્તાર પર પાણી ફરી વળશે તેવી આશંકાને લઈને અહીં વિમાનોની લેડિંગ પર રોક લગાવવામાં આવી હતી. જો કે બાદમાં બે કલાક બાદ એરપોર્ટ પર હવાઈ સેવા ફરી શરુ કરવામાં આવી.
તિરુવનંતપુરમ: કેરળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓમાં 22 લોકોના મોત નીપજ્યા છે. રાજ્યમાં વરસાદના કહેરના કારણે કોચીન એરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. જ્યારે ચેન્નઈથી એનડીઆરએફની ચાર ટીમને કેરળ માટે રવાના કરવામાં આવી છે. મુખ્યમંત્રી પિનારઈ વિજયને ઈમરજન્સી બેઠક બોલાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -