યુપી-બિહાર અને ઝારખંડમાં વાવાઝોડાનો આતંક, કેટલાય વિસ્તારોમાં તબાહી, 28 લોકોના મોત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુપીમાં ઉન્નાવમાં વાવાઝોડા અને વીજળી પડવાથી ચાર લોકોના મોત થઇ ગયા છે. વળી, મંડઇ ગામમાં પણ દિવાલ પડવાથી એક મહિલાનું મોત થઇ ગયુ અને ખેરા ગામમાં ઝાડ પડવાથી એક યુવકનું મોત ઘટના સ્થળ પર જ થઇ ગયુ હતું. કાલે સાંજે કેટલાય વિસ્તારોમાં પવનના કારણે ઝાડ પડી ગયા અને કેટલાય ઘરોને નુકશાન પહોંચ્યું હતું.
બિહારના કટિહારમાં કોઢા પ્રખંડમાં વાવાઝોડામાં બે બાળકો સહિત ચાર લોકોના મોત થઇ ચૂક્યા છે અને ઓરંગાબાદમાં વીજળી પડવાથી પાંચ લોકોના મોત થઇ ચૂક્યા છે. આમાં ચાર મહિલાઓ પણ સામેલ છે. આ ઘટનાઓ દાઉદનગર, પૌથુ, રફીગંજ અને બંદેયા વિસ્તારમાં ઘટી છે. બધા મૃતકો ખેતરમાં કામ કરી રહ્યાં હતા અને ઢોર-જાનવર ચરાવવા નીકળ્યા હતા.
બિહારના ગયામાં ખિજરસરાય પ્રખંડમાં ત્રણ ગામમાં ત્રણ લોકોના મોત થઇ ગયા છે અને ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ખિજરસરાય પ્રખંડના રોનિયા ગામમાં ભારે પવનથી ઘરની દિવાલલ પડવાથી એક મહિલાનું મોત થઇ ગયું છે. ત્રણ ઘાયલ થઇ ગયા છે. ઘાયલોને ખિજરસરાય પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં ભરતી કરાવવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ દેશના પૂર્વીય ભાગોમાં એકવાર ફરીથી જીવલેણ વાવાઝોડુ ત્રાટક્યુ છે. બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં પવન સાથે વાવાઝોડુ અને વીજળી પડવાની ઘટનાઓના કારણે 28 લોકોના મોત થઇ ચૂક્યા છે. બિહારના ગયા, કટિહાર અને ઓરંગાબાદમાં સૌથી વધુ તબાહી થઇ છે. યુપીના ઉન્નાવમાં પણ વાવાઝોડાનો કેર વર્તાયેલો દેખાઇ રહ્યો છે. આ તબાહીમાં 28 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -