પાંચ વર્ષની દિકરીના શબને લઈને 15 કિલોમીટર સુધી ભટકતો રહ્યો આ લાચાર બાપ
ઓડિશા સરકારે દીના રામ માંઝીની તસવીર સામે આવ્યા બાદ મોટા મોટા દાવા કર્યા હતા પરંતુ આ તસવીર જોઈને લાગે છે કે બધા દાવા પોકળ જ સાબિત થયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યારે ગમ પરત ફરવા માટે તેની પાસે રૂપિયા ન હતા તો તે પગપાળા જ પત્નીની સાથે દીકરીના શબને ખભ્ભા પર લઈને ચાલવા લાગ્યા. લોકો આવતા જતા રહ્યા, ગાડીઓ પસાર થતી રહી પરંતુ ગતિ ઢીબરનું દર્દ કોઈને પણ જોવા ન મળ્યું.
તે શહેરમાં એ આશાએ આવ્યા હતા કે બીમાર દીકરીને નવું જીવન મળશે, પરંતુ તેની દિકરી બચી શકી ન હતી.
એક પિતા પાંચ વર્ષની દીકરીના શબને લઈને 15 કિલોમીટર સુધી પગપાળા ભટકતો રહ્યો. ખભ્ભા પર પોતાની દીકરીની લાશ લઈને ભટકતા આ વ્યક્તિનું નામ ગતિ ઢીબર છે. તે ઓડિશાના અંગુલ જિલ્લાના પેચામુન્દી ગામના રહેવાસી છે.
થોડા મહિના પહેલા કોઈનું પણ કાળજુ કંપાવી દે તેવી દાના માંઝીની તસવીર સામે આવી હતી. હવે ફરીથી આવી જ તસવીર સામે આવી છે. જેમાં એક પિતા પોતાની મૃત દીકરીનું શબ ખભ્ભા પર લઈને આમ તેમ ભટકતો રહ્યો છો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -