મુકેશ અંબાણીના પુત્ર અનંતે કઈ રીતે 18 મહિનામાં ઉતાર્યું 108 કિલો વજન? ડાયેટ પ્લાન, આકરી મહેનતની વિગતો જાહેર
ચોક્કસ, અમે પણ સહમત છીએ કે બધાં જ લોકો માટે આ શક્ય નથી માટે એક જ કામ કરો કે જે એક્સર્સાઇઝ એક્ટિવિટી વધુ ગમતી હોય તેના માટે વધુ સમય ફાળવો અને પુરા જોશ સાથે તેને કરો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅનંત ડાયેટિંગની સાથે દરરોજ નિયમિત એક્સર્સાઇઝ પણ કરતો હતો. તેની એક્સર્સાઇઝમાં દરરોજ 21 કિમી ચાલવું, યોગા, વેઈટ ટ્રેનિંગ, ફંક્શનલ ટ્રેનિંગ અને હાઈ-ઈન્ટેન્સિટી કાર્ડિયો જેવી કસરત કરતો હતો. અનંત અંબાણી દરરોજ 5-6 કલાક સુધી એક્સર્સાઇઝ કરતો હતો.
તેમજ વિનોદે વધુમાં કહ્યું હતું કે, અનંત કાયમ પોતાના ડાયેટ પ્લાનને વળગી રહ્યો હતો. તેણે ક્યારે પણ ભૂલથી એકપણ જંક ફૂડ કે એક્સેસ કેલરી ધરાવતું ફૂડ ખાધુ નથી. માટે તમે પણ ધ્યાન રાખજો કે જો તમને લાગે કે આ ફૂડ તમારા ડાયેટ પ્લાનને નુકસાન કરી શકે છે તો કોઈપણ ભોગે તેનાતી દૂર જ રહો.
અનંતને બર્ગર અને પિત્ઝાનો ખૂબ જ વધારે શોખ હતો જાણે અનંત જંક ફૂડનો એડિકટ હોય. પરંતુ જ્યારે તેણે વજન ઉતારવાનું નક્કી કરી લીધું ત્યારે સૌથી પહેલું કામ જંક ફૂડને અલવિદા કરવાનું નક્કી કર્યું.
વિનોદ ચનાએ જણાવ્યું હતું કે, હોર્મોનલ ચેન્જિસના કારણે અનંત અંબાણીનું વજન વધ્યું હતું, ક્યારેક આવું થાય છે. પરંતુ તેનો મતલબ એ નથી કે તે સિમ્પલી ઉતરી પણ જાય છે. આ માટે તમારે ખૂબ મહેનત કરવી પડે છે. જ્યારે તમારે ફરજિયાત ડાયટ પ્લાન ફોલો કરવો પડે છે જેના કારણે ધીમે ધીમે તમારું વજન ઉતરતું હોય છે.
અનંત અંબાણીના ડાયેટ પ્લાનમાં મોટોભાગે શાકભાજી, ફણગાવેલા કઠોળ, પનીર, દાળ અને કઠોળ દ્વારા આવરી લેવામાં આવ્યો હતો. જેના કારણે તેનું ડાયેટ ફાઈબર, ચરબી, પ્રોટિન, વિટામિન્સ અને મિનરલથી ભૂરપૂર મળતું હતું. જો તમે કામય માટે વજન ઓછું કરવા માગતા હોવ ત્યારે ડાયેટ પ્લાનમાં જરૂરી તમામ પોષક તત્વોનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે.
વજવ ઘટાડવા માટે શરીરમાં રહેલી વધારાની ચરબી અને સુગરનું ફર્ન થવું જરૂરી છે. જ્યારે તમારી ડિશમાંથી સુગર અને કાર્બ ફૂડનું દૂર કરવું જોઈએ. આ પ્લાનને ફોલો કરતાં અનંત અંબાણીએ પોતાના ડાયટ પ્લાનમાં ઝીરો સુગર અને લો કાર્બ સાથે પૂરતી માત્રામાં પ્રોટિન અને ફેટયુક્ત ખોરાક લેવાનું શરૂ કર્યું હતું. અનંતે રોજ પ્રોટિન અને ફેટયુક્ત ખોરાક લેવાનું શરૂ કર્યું.
વજન ઉતારવા માટે લોકો ડાયેટ, એક્સરસાઈઝ, સ્વિમિંગ પુલ સહિત અલગ-અલગ પ્લાન લોકો ફોલો કરે છે જોકે સૌથી મુખ્ય વસ્તુ છે ડાયટ પ્લાન. જો તમે ડાયટ પ્લાનને ફોલો કરશો તો તમારું વજન ચોક્કસ ઉતરશે. કારણ કે અહીં અનંત અંબાણી ડાયટ પ્લાન ફોલો કરીને પોતાનું વજન ઉતાર્યું છે.
મુંબઈ: દેશના સૌથઈ ધનવાન બિઝનેસમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી તેમના વજન ઘડાવાને લઈને આજે ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. અનંત અંબાણીએ માત્ર 18 મહિનામાં પોતાનું વજન 108 કિલો જેટલું ઘટાડ્યું હતું. વધુ વજનથી પીડાતા લોકો માટે અનંત અંબાણી મોટિવેશન બની ગયો છે. વધુ વજનથી પીડાતા રોજ ડાયટ પ્લાનને ફોલો કરે છે છતાં ઘણાં લોકોનો વજન ઘટતો નથી જેના કારણે ઘણાં લોકો પોતાના વજનને લઈને કંટાળી ગયા હોય છે. જોકે અનંત અંબાણી પોતાનો 108 કિલો જેટલું વજન ઉતારી દીધું છે. ત્યારે આપણે જોઈએ કે લિટલ અંબાણીએ પોતાનું એક્સ્ટ્રા વજન ઉતારવા માટે શું-શું કર્યું હતું તેની પર એક નજર કરીએ.
અનંત અંબાણીએ માત્ર 18 મહિનામાં 108 કિલો વજન ઉતાર્યું છે. જેના માટે તેણે એક્સરસાઈઝ અને ડાયેટ પ્લાન સહિત અલગ-અલગ પ્લાન ફોલો કરતો હતો. જેના કારણે તેનું વજન ઉતર્યું હતું. જોકે તેણે વજન ઉતારવા ડાયેટ પ્લાનનું ખૂબ જ ફોલો કર્યું હતું જ્યારે વજન ઉતારવા માટે તેણે આકરી મહેનત કરી હતી. જ્યારે 18 મહિના સુધી રોજ 5થી 6 કલાક એક્સરસાઈઝ કરતો હતો.
એક ઇન્ટરર્વ્યુમાં અનંત અંબાણીના ટ્રેનરે વિનોદ ચનાએ જણાવ્યું હતું કે, અનંત અંબાણી દિવસ દરમિયાન ફક્ત 1200થી 1400 કેલરી જ ખોરાકમાં લેતો હતો. પોતાના ડાયેટ પ્લાનને અનંત ખુબ જ સ્ટ્રીક્ટ બનાવીને ફોલો કરતો હતો જેના કારણે તેના વજનમાં ધીમે ધીમે ઘટાડો જોવા મળ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -