જો તમે 8 નવેમ્બર બાદ 2 લાખ રૂપિયા પણ જમા કર્યા છે તો મર્યા સમજો, જાણો કોણ માહિતી માગી રહ્યું છે
પરંતુ ફાઇનાન્સિયલ ઇન્ટલિન્જસ યુનિટ દ્વારા મંગાવવામાં આવેલી વિગતો કંઇ અલગ જ ચિત્ર રજૂ કરે છે. તેઓએ તો કેશ ડિપોઝિટ કરનાર અને ઉપાડનાર બન્નેની વિગતો મંગાવી છે. આ સ્પષ્ટ સૂચવે છે કે સરકાર અને સરકારી એજન્સી વચ્ચે જ તાલમેલ નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડિમોનેટાઇઝેશનને કારણે બેન્કોના અધિકારીઓ બીજા કામ કરતાં નથી એવી અનેક ફરિયાદો પણ ઊઠી છે. એક અધિકારીઓ તો ત્યાં સુધી જણાવ્યું હતું કે, રિઝર્વ બેન્ક દ્વારા રોજ બદલવામાં આવતાં નિયમોને કારણે અમે જે તે નિર્ણય મેનેજર્સ પર છોડી દઇએ છીયે. દરમિયાન નાણામંત્રીએ હાલમાં જ જણાવ્યું હતું કે, રૂપિયા ૫0૦ કે રૂપિયા ૧,૦૦૦ની જૂની નોટ જમા કરાવી હશે તો તેની કોઈ પૂછપરછ કરવામાં નહી થાય.
બેન્કના અધિકારીઓમાં વારંવાર બદલાતા નિયમનો કારણે વધતી જવાબદારીને કારણે અસંતોષ ફાટી નીકળ્યો છે. એક તરફ રિઝર્વ બેન્ક છાસવારે નિયમો બદલતી હોવાથી અધિકારીઓને ગ્રાહકોનો રોષ વહોરવો પડે છે. હાલમાં જ રૂપિયા ૫,૦૦૦ની જૂની નોટ જમા કરાવવા અંગેના નિયમોને કારણે પણ અધિકારીઓની ખાસ્સી અડચણ વધારી છે અને તેઓમાં ગુસ્સો છે.
નવી દિલ્હી: સરકાર દ્વારા પહેલા એવી જાહેરાત કરવામાં આવી હતી કે અઢી લાખ રૂપિયા સુધીની રકમ જમા કરાવવા પર કોઈ પૂછપરછ કરવામાં નહીં આવે પરંતુ 8 નવેમ્બરથી 16 ડિસેમ્બર 2016ના ગાળામાં બે લાખ રૂપિયા જમા કરાવનાર કે ઉપાડનારને માહિતી આપવાની નોટીસ મળતા ગ્રાહકો ચોંકી ગયા છે. હાલમાં જ ફાઇનાન્સિયલ ઇન્ટલિજન્સ યુનિટ (એફઆઇયુ) એ આ અંગેનો પત્ર બેન્કોને મોકલ્યો છે. આને કારણે બેન્કોની હાલત પણ કફોડી થઈ ગઈ છે કેમકે તેઓએ હવે આ યુનિટે સૂચવેલા ધોરણો અનુસાર રિપોર્ટ મુજબ વિગતો પૂરી પાડવાની છે.
યુનિટ દ્વારા બેન્કો પાસે પીએમએલએ એકટ ૨૦૦૫ હેઠળ કલમ ૧૨એ હેઠળ વિગતો પૂરી પાડવા જણાવ્યું છે. આમાં એવો ઉલ્લેખ કરાયો છે કે તા.૮ નવેમ્બરથી લઈને ૧૬ ડિસેમ્બરના ગાળામાં રૂપિયા બે લાખથી રૂપિયા ૮૦ લાખ સુધીની રકમ જમા કરાવનારે નિયત કરેલા ફોર્મેટમાં (રિપોર્ટ-૨૮) મોકલી આપવાનો રહેશે. આ રિપોર્ટ સીડી/ડીવીડી ફોર્મેટમાં નવી દિલ્હીની ફાઇનાન્સિયલ ઇન્ટલિજન્સ યુનિટમાં કન્સલટન્ટ, બી.કે. શર્માને મોકલવાનો રહેશે. આમાં એવો નિર્દેશ કરાયો છે કે કોઇ કોલમમાં બદલાવ કરી શકાશે નહી કે કોઈ વધારાની કોલમ ઉમેરી શકાશે નહી. આમાં ખોટી માહિતી આપવામાં આવી હશે તો તેને ગણતરીમાં લેવામાં નહીં આવે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -