સવર્ણો-OBC ના કથિત ભારત બંધને લઇને સરકારનું એલર્ટ, રાજ્યોને સુરક્ષા વધારવાની આપી સલાહ
અધિકારીએ કહ્યું, ‘‘સર્ક્યૂલરમાં એ વાત પર ભાર મુકવામાં આવ્યો છે કે પોતાના અધિકાર ક્ષેત્રમાં આવનારા વિસ્તારોમાં કાયદો, વ્યવસ્થાની સ્થિતિ પુરેપુરી નિયંત્રણમાં રહે. આ માટે પુરેપુરા જિલ્લાધિકારીઓ અને પોલીસ અધિકારીઓને જવાબદાર ગણવામાં આવશે.’’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅધિકારીએ કહ્યું, ‘‘એમએચએએ બધા રાજ્યોને કોઇપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે સુરક્ષા વધારવા અને ઉચ્ચ પગલા ભરવાનું કહેવામાં આવ્યું છે. જરૂરી હોય ત્યાં પ્રતિબંધ પણ લગાવવામા આવી શકે છે.’’ રાજ્યોની બધી સંવેદનશીલ જગ્યાઓ પર પેટ્રૉલિંગ ઝડપી અને વધુ કરવાનું કહેવામાં આવ્યું છે, જેનાથી જાનમાલને કોઇપણ પ્રકારનું નુકશાન ના થઇ શકે.
ગૃહ મંત્રાલયે એક અધિકારીએ કહ્યું કે મંત્રાલયે બધા રાજ્યોને એક સર્ક્યૂલર રજૂ કર્યુ છે કે, કેટલાક સમુહો તરફથી સોશ્યલ મીડિયા પર 10 એપ્રિલમાં કરવામાં આવેલી ભારત બંધની જાહેરાતને ધ્યાનમાં રાખતા આવશ્યક પગલા ભરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, લગભગ એક અઠવાડિયા પહેલા દલિતોના ભારત બંધ દરમિયાન દેશના જુદાજુદા ભાગોમાં વ્યાપક હિંસા ભડકી હતી. આ હિંસામાં એક ડઝનથી વધુ લોકોના મોત થઇ ગયા હોવાના પણ સમાચાર સામે આવ્યા હતા.
નોકરિયા અને શિક્ષણ જાતિ આધારીત અનામતના વિરુદ્ધ કાલે સવર્ણો અને ઓબીસીએ ભારત બંધ પાળવાની જાહેરાત કરી છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે, પોતાના વિસ્તારમાં થનારી હિંસાના પગલે જિલ્લા અધિકારી અને પોલીસ અધિક્ષક વ્યક્તિગત રૂપે જવાબદાર ઠરશે.
આ એલર્ટના રજૂ થયા બાદ મધ્યપ્રદેશના ભોપાલ અને સાગરમાં કલમ 144 લાગુ કરી દેવાઇ છે. વળી, ભીંડમાં ઇન્ટરનેટ સેવા પર રોક લગાવી દેવામાં આવી છે.
નવી દિલ્હીઃ દલિતો દ્વારા ભારત બંધ થયા બાદ હવે સવર્ણો અને ઓબીસી સમુદાય દ્વારા કાલે ફરીથી કથિત રીતે ભારત બંધના એલાનની જાહેરાત કરાઇ છે. કથિત ભારત બંધને લઇને કેન્દ્ર સરકારે રાજ્યોને એલર્ટ અને સાથે સાથે સુરક્ષા વ્યવસ્થાને કડક અમલી બનાવાની સલાહ આપી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -