દિલ્હીમાં જ છે રામ રહીમની રાજદાર હનીપ્રિત, આજે હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે કરશે અપીલ
હનીપ્રિત તનેજાના નામથી દાખલ થયેલ ટ્રાન્ઝીટ આગોતરા જામીન અરજી પર આજે કાર્યવાહક મુખ્ય ન્યાયધીશ ગીતા મિતલની ખંડપીઠ સમક્ષ સુનાવણી થઇ શકે છે. વકીલનું કહેવુ છે કે, તેની જાન ઉપર ખતરો છે એવામાં હાઇકોર્ટ પાસે માંગ કરવામાં આવી છે કે તે હનીપ્રિતને ત્રણ સપ્તાહની ટ્રાન્ઝીટ આગોતરા જામીન પ્રદાન કરે. દિલ્હી હાઇકોર્ટમાંથી રાહત મળ્યા બાદ તે ચંડીગઢમાં જામીન અરજી કરશે. એવુ પણ બની શકે કે હાઇકોર્ટ હનીપ્રિતને પોલીસ સમક્ષ સમર્પણ કરવાની શરતે સુનાવણી કરે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોંધનીય છે કે હનીપ્રિત ઉર્ફે પ્રિયંકા તનેજા હરિયાણા પોલીસના ૪૩ વોન્ટેડ લોકોની યાદીમાં ટોચ ઉપર છે. તેના ઉપર આરોપ છે કે ગુરમીત દોષિત ઠર્યા બાદ હરિયાણામાં હિંસા ભડકાવવા માટે તેણે સહયોગ આપ્યો હતો. તે પછી લુકઆઉટ નોટીસ પણ જારી કરવામાં આવી હતી. તે હજુ પકડથી બહાર છે.
હનીપ્રિતના વકીલ પ્રદિપ આર્યાએ દાવો કર્યો છે કે તે મારા લાજપતનગર સ્થિત ઓફિસમાં આવી હતી. અહી ત્ણે ટ્રાન્ઝીટ આગોતરા જામીન અરજી પર સહી પણ કરી હતી. જો કે વકીલનું કહેવુ છે કે તે પછી હનીપ્રિત કયાં ગઇ તેની મને કોઇ માહિતી નથી. બીજી તરફ હનીપ્રિત ટ્રાન્ઝીટ આગોતરા જામીન અરજી દિલ્હી હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી છે.
નવી દિલ્હીઃ એક મહિનાથી ગાયબ બળાત્કારી રામ રહીમની સૌથી મોટી રાજદાર હનીપ્રીત દિલ્હીમાં જ છે. ધરપકડથી બચવા માટે આજે કોર્ટમાં હનીપ્રિત આગોતરા જામીન અરજી દાખલ કરવાની છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -