શહીદોનાં સ્વજનોને મદદ કરવા માગો છો ? તો ફોલો કરો આ સ્ટેપ અને સીધી સ્વજનને પહોંચાડો રકમ
રૂપિયા ડોનેટ કર્યા બાદ અંતમાં તમને સર્ટીફિકેટ આપવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજેવી તમે પેમેન્ટ કરશો કે તરત જ બોલિવૂડ એક્ટર અક્ષય કુમારનો થેક્યુ મેસેજ આવશે.
હવે તમે કઇ બેન્કથી મદદ કરવા માંગો છો તેની જાણકારી આપવાની રહેશે. તે સિવાય તમે ડેબિટ કાર્ડ, કે ક્રેડિટ કાર્ડ્સ કે નેટ બેન્કિંગ મારફતે ડોનેટ કરી શકો છો.
અહીં ક્લિક કર્યા બાદ તમારે તમારી સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે. જેમાં તમારું નામ, ઇમેઇલ એડ્રેસ, મોબાઇલ નંબર, એડ્રેસ , તમે કેટલા રૂપિયાની મદદ કરવા ઇચ્છો છો તેની માહિતી આપવાની રહેશે. બાદમાં તમારા રજીસ્ટ્ર ફોન પર ઓટીપી આવશે. જે એડ કર્યા બાદ તમારા ફોન કે કોમ્પ્યુટરની સ્ક્રીન પર તમામ માહિતી ભરી હોવાનો મેસેજ આવશે.
બાદમાં તમે જે શહીદ જવાનના પરિવારને મદદ આપવા માંગતા હોય તેના પર ક્લિક કરો. જેમાં તે જવાન ક્યાંથી આવે છે. તેના પરિવારમાં કોણ કોણ છે તેની માહિતી ઉપરાંત તેઓ કેવી પરિસ્થિતિમાં શહીદ થયા હતા તેની પણ સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે. તે સિવાય તે શહીદ જવાનને અત્યાર સુધીમાં કેટલા રૂપિયાની મદદ મળી છે અને તેને કેટલી મદદ કરી શકશો તેની પણ જાણકારી આપવામાં આવી છે. અહીં તમારે i would like to contribute પર ક્લિક કરો.
પ્રોસેસ પર ક્લિક થયા બાદ ઉપર બતાવવામાં આવ્યુ છે તેવી માહિતી ખુલશે. પેજમાં જેટલા પણ શહીદો થયા હોય તેવા સૈનિકોની માહિતી આપવામાં આવી છે. તે સિવાય જો તમે કોઇ જવાનનું નામ જાણતા હોય તો તેના પરિવારને પણ ડોનેટ કરી શકશો. તે સિવાય તમે બીએસએફ, સીઆરપીએફ, સહિતના અલગ અલગ સિક્યોરીટી ફોર્સના શહીદ જવાનની માહિતી આપશે. તે સિવાય જવાન ક્યારે શહીદ થયા હતા તેની પણ જાણકારી આપવામાં આવી છે. અહીં તમે જે જવાનના પરિવારને ડોનેટ કરવા માંગતા હોય તેના પર ક્લિક કરો.
એન્ટર કર્યા બાદ તમને વેબસાઇટ પર કેટલીક ગાઇડલાઇન્સ જોવા મળશે. જેમાં તમને વેબસાઇટ અને ડોનેશન સંબંધિત માહિતી આપવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે આ એપ મારફતે તમે શહિદ જવાનોના પરિવારજનોને મદદ કરી શકશો. એક જવાનના પરિવારને 15 લાખ સુધી મદદ મળ્યા બાદમાં તેનું નામ આપોઆપ નીકળી જશે અને તેના બદલામાં અન્ય જવાનનું નામ ઉમેરાઇ જશે. હવે તમારે પ્રોસેસ પર ક્લિક કરવાનું રહેશે.
તાજેતરમાં જ કેન્દ્ર સરકારે શહીદ જવાનોના પરિવારજનોને આર્થિક મદદ મળી રહે તે માટે ‘www.bharatkeveer.gov.in‘ નામની વેબસાઇટ અને એપ લોન્ચ કરી છે. એક્ટર અક્ષય કુમારના આઇડિયા બાદ આ વેબસાઇટ બનાવવામાં આવી છે. આ એપ મારફતે કોઇ પણ વ્યક્તિ કોઇ પણ સિક્યોરિટી ફોર્સના શહીદ જવાનોના પરિવાર સુધી આર્થિક મદદ પહોંચાડી શકે છે. આ વેબસાઇટ મારફતે તમે કઇ રીતે મદદ કરી શકો છો તેની માહિતી આપતો એક વીડિયો અક્ષય કુમારે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. અહીં તમે કઇ રીતે શહીદ જવાનોના પરિવારજનોને મદદ કરી શકશો તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપવામાં આવી છે. સૌ પ્રથમવાર તમે ગુગલમાં જઇને - ‘www.bharatkeveer.gov.in લખો ત્યારબાદ વેબસાઇટ ઓપન થશે. તેમાં તમે એન્ટર કરો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -