હવે B.Ed માટે પણ નેશનલ એન્ટ્રન્સ ટેસ્ટ લેવાની તૈયારી, જાણો શું છે સરકારની યોજના
ઉપરાંત મંત્રાલય એક પાયલોટ પ્રોજેક્ટ પર પણ કામ કરી રહ્યું છે જે સુનિશ્ચિત કરશે કે ટીચર્સ રોજ સ્કૂલ આવે. તેના માટે મંત્રાલય દરેક સરકારી સ્કૂલને એક કોમ્પ્યુટર ટેબલેટ આપવા પર વિચાર કરી રહી છે, જેથી ટીચર્સ પોતાની હાજરી લગાવી શકે. માનવ સંસાધન વિકાસ મંત્રાલયના અંદાજ અનુસાર એક ટેબલેટ 4-5 હજાર રૂપિયામાં પડશે જેનો સંપૂર્ણ ખર્ચ અંદાજે 7-10 કરોડ રૂપિયાની વચ્ચે આવશે. આ પહેલ છત્તીસગઢની સરકારી સ્કૂલથી શરૂ કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅધિકારીએ એ પણ જણાવ્યું કે, દેશમાં ટીચર્સની ક્વોલિટી સુનિશ્ચિત કરવા માટે તમામ કોલોજો સર્ટિફાઈડ હોવી જરૂરી છે. ઉપરાંત ગ્રેજ્યુએટ્સની એક એક્ઝિટ ટેસ્ટ પણ હશે જેથી જાણી શકાશેકે તેણે કોલેજમાં શું શિક્ષણ મેળવ્યું. ઉપરાંત સરકારી સ્કૂલોમાં નવા રિક્રૂટ્સ માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં જવું પણ ફરજિયાત હશે, જેથી તેમને જણાવી શકાય કે તેમની પાસેથી શું અપેક્ષા છે.
નામ ન બતાવવાની શરત પર એક અધિકારીએ અંગ્રેજી સમાચારપત્રને જણાવ્યું કે, સ્કૂલનાં શિક્ષણમાં ત્યાં સુધી કોઈ સુધારો નહીં આવે જ્યાં સુધી ટીચર્સ સારા નહીં હોય. અમે તેના માટે અનેક તબક્કે કામ કરી રહ્યા છીએ અને ઈચ્છીએ છીએ કે બીએડ પ્રોગ્રામમાં સારા ઉમેદવાર આવે. બીએડ એવાયુવા માટે આખરી વિકલ્પ નહીં હોય જેમને અન્ય કોઈ જગ્યાએ એડમિશન ન મળ્યું હોય. તેમણે કહ્યું કે, એન્ટરન્સ ટેસ્ટ એ સુનિશ્ચિત કરશે કે, જેને ટીચિંગમાં રસ હશે તે જ તેના માટે તૈયારી કરશે.
નવી દિલ્હીઃ સરકારી સ્કૂલમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે માનવ સંસાધન વિકાસ મંત્રાલય એક્શન પ્લાન પર કામ કરી રહ્યું છે. તે અંતર્ગત બીએડ માટે રાષ્ટ્રીય સ્તર પર એન્ટરસ એક્ઝામ, કોલેજોના સર્ટિફિકેશન અને તમામ બીએડ ગ્રેજ્યુએટ્સ માટે એક્ઝિટ ટેસ્ટ કરાવવામાં આવશે. સાથે જ તમામ સરકારી સ્કૂલની ટીચરો માટે ઇન્ડક્શન પ્રોગ્રામ ફરજિયાત કરવામાં આવશે. અંગ્રેજી સમાચારમાં પ્રકાશિત અહેવાલ અનુસાર સરકારી સૂત્રોએ જણાવ્યું કે, નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન (એનસીટીઈ)ને આ માટે કામગીરી સોંપવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -