સાયબર હુમલાની આશંકાને પગલે RBIનું એલર્ટ, જાણો ક્યાં સુધી બંધ રહેશે ATM
નવી દિલ્હીઃ દુનિયાભરમાં 100થી વધુ દેશોમાં થયેલા ‘રેન્સમવેર અટેક’થી વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો છે. આ સાયબર હુમલાની અસર બેન્કો અને એટીએમને પણ થઇ શકે છે તેની શંકાના આધારે દેશભરમાં મોટી સંખ્યામાં એટીએમ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ભારતીય રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ બેન્કોને એલર્ટ આપતા જણાવ્યું હતું કે, રેન્સમવેર અટેક એટીએમ પર પણ થઇ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગૃહમંત્રાલયે કહ્યું હતું કે, સાયબર હુમલાની આશંકાને પગલે દેશભરમાં અનેક એટીએમ બંધ કરી દેવામાં આવ્યા છે. ગૃહમંત્રાલયે કહ્યું કે, અમે હાલમાં પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. સુત્રોના કહેવા પ્રમાણે, આગામી બે દિવસ સુધી એટીએમ બંધ રહે તેવી શક્યતા છે.
કહેવામાં આવી રહ્યું છે કે ‘શૈડો બ્રોકર્સ’નામથી કામ કરનારા હેકર્સ એક ફાઇલ પાછા આપવાના 30 ડોલર બિટકોઇન માંગી રહ્યા છે. હેકર્સ સાયબર હુમલા મારફતે સિસ્ટમનો પાસવર્ડ લોક કરી દે છે. યુરોપિયન યુનિયનની પોલીસ યુરોપોલના જણાવ્યા મુજબ 2.27 લાખથી વધુ કમ્પ્યુટર્સ લોક થઈ ગયા છે. એક્સ્પર્ટ્સ હજી પહેલાં વર્ઝનનો તોડ શોધી શક્યા નથી. ત્યાં, આજે બીજા હુમલાનું જોખમ છે. આ હુમલાની અસર ગુજરાતમાં પણ થઈ છે.
આરબીઆઇએ કહ્યું કે, એટીએમ પર પણ સાયબર હુમલો થઇ શકે છે જેને કારણે બેન્કોએ સચેત રહેવું જોઇએ. બેન્કોએ એટીએમને અપડેટ રાખવા જોઇએ. ભારતમાં લગભગ 70 ટકા એટીએમ આઉટડેટેડ સોફ્ટવેરનો ઉપયોગ થઇ રહ્યો છે. જેને કારણે તેને નિશાન બનાવવું સરળ રહેશે.
આરબીઆઇએ બેન્કોને કહ્યું છે કે આ સાયબર એટેક પેમેન્ટ સિસ્ટમ પર હુમલો થઇ શકે છે. રિપોર્ટ્સ પ્રમાણે, દેશના મોટાભાગના એટીએમ માઇક્રોસોફ્ટના વિન્ડોઝ ઓપરેટિગ સિસ્ટમના જૂના વર્ઝન પર ચાલે છે. અને એવામાં આ સુરક્ષિત છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -