અભિનેત્રીના ગુજરાતી પતિને સાથે કામ કરતી યુવતી સાથે હતા શારીરિક સંબંધ, જાણો શું આવ્યો અંજામ ?
બિદિશાના પિતા અશ્વિનીકુમારે કહ્યું હતું કે, તેમની દીકરી તેના પતિના લગ્નેતર સંબંધોને કારણે પરેશાન હતી. તેને છ મહિના અગાઉ નિશિથના અફેરની જાણ થઇ હતી. પરંતુ અમારી સમજાવટ બાદ બિદિશા અને નિશિથ સાથે રહેવા લાગ્યા હતા. પરંતુ નિશિથ બિદિશાને ગુરુગ્રામ મુકી મુંબઇ ચાલ્યો ગયો હતો અને અફેર ચાલુ રાખ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહરિયાણા મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે પણ પોલીસ કમિશનરને આ મામલે રિપોર્ટ સોંપવા આદેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે બિદિશા ગુરુગ્રામ ખાતે આવેલા તેના ફ્લેટમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. બિદિશા અને નિશિથે ગયા વર્ષે 28 એપ્રિલના રોજ લગ્ન કર્યા હતા.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, નિશિથના કોલ રેકોર્ડ પરથી જાણવા મળ્યું છે કે તે એક નંબર પર સતત સંપર્કમાં હતો. આ નંબર તેની ઓફિસમાં કામ કરતી યુવતીનો હતો. તે મુંબઇમાં તેને મળવા આવ્યો હતો. બિદિશાના સુસાઇડ પાછળ નિશિથના લગ્નેતર સંબંધો જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે.
પોલીસના કહેવા પ્રમાણે, પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મુંબઇમાં નિશિથને તેની ઓફિસમાં કામ કરતી એક યુવતી સાથે સંબંધ હતા. બિદિશાના પિતાએ આરોપ લગાવ્યો હતો કે, નિશિથના લગ્નેતર સંબંધોથી કંટાળીને બિદિશાએ આત્મહત્યા કરી છે. બિદિશાએ ગુરુગ્રામ ફ્લેટમાં સુસાઇડ કર્યો હતો જ્યાં તેઓ થોડા દિવસ અગાઉ જ રહેવા આવ્યા હતા. પોલીસે નિશિથના મિત્રના ઘરેથી તેનો ફોન જપ્ત કર્યો હતો.
નવી દિલ્હીઃ આસામની જાણીતી એક્ટ્રેસ અને સિંગર બિદિશા બેજબરૂઆના સુસાઇડ કેસમાં તેના ગુજરાતી પતિ નિશિથ ઝાની ધરપકડ કરવામાં આવી છે. તેને ગુરુગ્રામની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે નિશિથને એક દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યો હતો. નિશિથ વિરુદ્ધ આઇપીસીની કલમ 306 હેઠળ સુશાંત લોક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -